તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નવસારી હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં રવિવારે મોડી રાત્રે મોટાભાઈના હત્યાની અદાવત રાખીને ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખની તીક્ષ્ણ ઘા ઝીંકી હત્યા કરનારા ફરાર 2 હત્યારાની પોલીસ દ્વારા બે દિવસમાં અટક કરવામાં આવી હતી.

નવસારીમાં ઘેલખડીમાં રહેતા અને વર્ષ-2017માં નિલેશ વનમ નામના યુવાનની હત્યામાં સંડોવાયેલા શૈલેષ પરમારની હત્યા નિલેશના નાનાભાઈ ઉમેશ વનમ અને તેના 5 સાગરીતોએ રવિવારે કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે 2 આરોપી ફરાર હતા. પોલીસે મંગળવરે એક આરોપીની અટક કર્યા બાદ રાકેશ સોલંકી નામનો આરોપી ફરાર હતો. જેની ટાઉન પોલીસના હેકો પરેશભાઈ સોમાભાઈને મળેલ બાતમીને આધારે જલાલપોરથી ઝડપી પાડ્યો હતો. ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખની હત્યાના તમામ આરોપી ઝડપાઇ ગયા હતા.

પોલીસે 4ને કોર્ટમાં રજૂ કરતા નવસારી કોર્ટે 17મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બુધવારે તેમની પૂછપરછ કરી હત્યામાં સામેલ શસ્ત્ર, રિક્ષા સહિત કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં પકડાયેલા બંને આરોપીના કોર્ટે તા. 17 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...