તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તન-મન ખૂશ:આજથી મંદિરાે, બાગબગીચા, જીમ ખૂલશે

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આશાપુરી મંદિર, નવસારી
ગંગેશ્વર મહાદેવ મંદિર, કછોલી - Divya Bhaskar
આશાપુરી મંદિર, નવસારી ગંગેશ્વર મહાદેવ મંદિર, કછોલી
 • શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓ, શૈક્ષણિક કાર્યક્રમો, હાટ, મનોરંજન સ્થળ, વોટર પાર્ક-સ્વિમિંગ પુલ, સ્પા હજુ બંધ જ રહેશે
 • દુકાનનાે સમય, રેસ્ટોરન્ટ, મેળાવડા, ધાર્મિક સ્થળ, બાગ, લાઈબ્રેરી વગેરેમાં છૂટછાટો, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જારી

નવસારીનું પ્રસિદ્ધ આશાપુરી મંદિર 11મીથી ભક્તો માટે ખુલશે. જોકે અહીં એક સાથે 50 જણા જ મંદિર પરિસરમાં પ્રવેશી દર્શન કરી શકશે, જ્યાં ભક્તોને સેનેટાઈઝ કરાશે, માસ્ક પહેરી પ્રવેશ અપાશે અને સોશિયલ ડિસ્ટન્સિગનુ પણ ધ્યાન રખાશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 6થી બપોરે 1 અને બપોરે 3.30 થી સાંજે 7.30 કલાક સુધીનો રહેશે.કછોલી ગામે આવેલા ગંગેશ્વર મહાદેવનું મંદિર કોવિડ-19ના નિયમોને ધ્યાનમાં રાખીને સવારે 8 વાગ્યે ખુલશે અને બપોરે 12 વાગ્યે બંધ થશે.

કામેશ્વર મંદિર, ગડત
કામેશ્વર મંદિર, ગડત
ઉનાઈ માતાજી મંદિર, ઉનાઈ સોમનાથ મંદિર, બીલીમોરા
ઉનાઈ માતાજી મંદિર, ઉનાઈ સોમનાથ મંદિર, બીલીમોરા

સાંજના 4 વાગ્યે ખુલશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે. બીલીમોરા સોમનાથ મંદિર દ્વારા સેનેટાઈઝેશન મશીન, થર્મલ ગન સાથે મંદિરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તોને સવારે 7.30થી સાંજે 6.00 કલાક સુધી દર્શન કરવા દેવામાં આવશે. ઉનાઈ માતાજીના મંદિરે ભક્તો સવારે 8:00 થી 11 અને બપોરે 12:00થી 6:00 કલાક દરમિયાન માતાજીના દર્શન કરી શકશે. ગડતનું કામેશ્વર મંદિરમાં સવારે 7:00 થી રાત્રે 8:00 કલાક સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે.

નવસારી જિલ્લામાં હવે મુખ્ય 6 બાબતો સિવાય તમામ સંસ્થાનો કેટલાક નિયંત્રણો સાથે શુક્રવારથી ખુલશે. જોકે નવસારી શહેરમાં હજુ 26મી સુધી કરફ્યૂ રહેશે. કોરોનાના કેસો ઘટતા સરકારની ગાઈડલાઈન અંતર્ગત ગુરુવારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામમાં 11 મીને શુક્રવારથી નવસારી જિલ્લામાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. ધાર્મિક-સામાજિક સહિતના મેળાવડા, બાગ, ધાર્મિક સ્થાન, લાઈબ્રેરી વગેરે ઘણા દિવસો બાદ હવે ખોલવાની મંજૂરી આપી છે. દુકાનો,રેસ્ટોરન્ટ માટે પણ વધુ છૂટછાટ આપવામાં આવી છે.

જોકે નવસારી શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી જારી કરફ્યૂ 26 જૂન સુધી યથાવત રહેશે. અગાઉથી જારી મોટાભાગની છૂટછાટ જારી જ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉની જેમ નવસારી શહેર સિવાય ગ્રામ્ય વિસ્તારમાં દુકાન વગેરેના સમય ઉપર પાબંદી મુકાઈ નથી. અનેક છૂટછાટ અપાઈ પરંતુ હજુ 6 જેટલી બાબતો સમગ્ર જિલ્લામાં નહીં ખોલવાનો નિર્ણય લેવાયો છે. જેમાં હાટ (અઠવાડિક હાટ વગેરે), શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓ, શૈક્ષણિક કાર્યક્રમો, મનોરંજન સ્થળ (સિનેમા, ઓડિટીરીયમ વગેરે), વોટરપાર્ક-સ્વિમિંગ પુલ અને સ્પા છે.

15 મહિના બાદ બાગમા શહેરીજનો હરી ફરી શકશે
કોરોના શરૂ થયો ત્યારથી નવસારી શહેરમાં આવેલા ચારથી પાંચ પાલિકા હસ્તકના ગાર્ડનો બંધ કરી દેવાયા હતા. અગાઉ પહેલી લહેર શાંત થતા ગાર્ડન ખોલવાની મંજૂરી અપાઈ છતાં તકેદારીરૂપે પાલિકાએ ગાર્ડનો ખોલ્યાં ન હતા. જોકે હવે સરકારે ગાર્ડનો ખોલવાની મંજૂરી આપતા પાલિકાએ 15 મહિના બાદ ગાર્ડનો ખોલવાનો નિર્ણય કર્યાનું પાલિકા પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું.

આજથી નવસારીમાં આ નવી છૂટછાટો

 • ​​​​​​ દુકાનો સાંજે 6ની જગ્યાએ 7 વાગ્યે બંધ થશે
 • રેસ્ટોરન્ટો સવારે 9થી સાંજે 7 સુધી બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલશે. હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી આપી શકાશે.
 • જીમ પણ 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે.
 • જાહેર બાગ-બગીચા સવારે 6થી સાંજે 7 સુધી ચાલશે.
 • રાજકીય-સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમો મહત્તમ 50ની મર્યાદામાં યોજી શકાશે.
 • ધાર્મિક સ્થાનો એકસાથે 50 જણાં ભેગા નહીં થાય તે રીતે ખુલશે.
 • લાયબ્રેરી 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે.
 • પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 60 ટકાની કેપેસિટીમાં ચાલશે.
 • ઉક્ત કાર્યક્રમો S.O.P.ને આધિન ચાલશે)
અન્ય સમાચારો પણ છે...