તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • From Today, Meteor Showers Will Be Seen From 10 To 50 Meteors Per Hour, With The Highest Meteor Showers Occurring On December 13 And 14.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલ્કાવર્ષા:આજથી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો, દર કલાકે 10 થી 50 ઉલ્કાઓ જોઈ શકાશે, 13 અને 14 ડિસેમ્બરે સૌથી વધુ ઉલ્કાવર્ષા થતી જોવા મળશે

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરના લોકોએ ઓક્ટોબર-નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદભુત આનંદ મેળવ્યા બાદ હવે 2020નો આખરી ઉલ્કાવર્ષાનો નજારો 7થી 16 ડિસેમ્બર સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો દુનિયાભરમાં દેખાશે. દેશ-વિદેશમાં કલાકમાં 10થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાઓ ખરતી હોવાથી દિવાળીની આતશબાજી જેવા દૃશ્યો સર્જાશે. અવકાશી અજ્ઞાનતાને કારણે આકાશમાં અગ્નિના બિહામણા દૃશ્યો જોઈ અમુક

લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. વિજ્ઞાન જાથાના ડૉ.પંડ્યા જણાવે છે કે, જેમિનીડ્સ ઉલ્કાવર્ષાનો વરસાદ મહત્તમ 13-14 બે દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધરાત પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટાભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કાવર્ષા ઉત્તર-પૂર્વ દિશામાં જોવા મળે છે. તારીખ 13 અને 14 ડિસેમ્બરે સૌથી વધુ ઉલ્કાવર્ષા થતી જોવા મળશે.

ખગોળપ્રેમીઓ દરિયાકિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યા પસંદ કરી પડાવ નાખશે. ઇન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડા જેવા દૃશ્યો આકાશમાં જોવા મળશે. જેમિનીડ્સ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે. શરૂઆતમાં રાત્રે દર કલાકે 5થી 10 કરતા વધીને 50થી 100 ઉલ્કા ખરતી જેવા મળશે. તેની ઝડપ પ્રતિ સેકન્ડ 35 કિલોમીટર ઝડપે વધીને 130 કિલોમીટરની થશે. મધરાત પહેલા અને વહેલી પરોઢે ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોઈ શકાશે. જેમિનીડ્સ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લાલ અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે.

જેમિનીડ્સ ખરતા તારાનું નિર્માણ 3200 ફાયેથોન તરીકે ઓળખાતા નાનાગ્રહોના ટુકડામાંથી થયું હોય છે. સદીઓ વીતતા આ નાના ગ્રહો ઉપગ્રહમાં ફેરવાય જાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની આશરે 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો