નવસારીને અડીને આવેલો નેશનલ હાઇવે નંબર 48 બુટલેગરો માટે જાણે દારૂનું વહન કરવા માટે ઇઝી અને બેસ્ટ વે હોય તેમ છેલ્લા અનેક દિવસોથી લાખો અને કરોડો રૂપિયાનો દારૂ હાઇવે પરથી પસાર થાય છે. ત્યારે ફરીવાર નેશનલ હાઇવે નંબર 48 અને એધલ ગામના ગેટ સામે સુરત તરફ જતા ટ્રેક ઉપર એલસીબીએ મળેલી બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને કાંદાની આડમાં વહન થતો દારૂ ઝડપ્યો હતો. પોલીસે કુલ રૂ. 8 લાખ 14 હજાર 800ના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી ગણદેવી પોલીસને સોંપી છે.
છેલ્લા લાંબા સમયથી નવસારી એલસીબીની ટીમ હાઇવે પરથી મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી રહી છે. જેના ભાગરૂપે એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે રેડ કરતાં આરોપી ડ્રાઈવર સુનિલ મહેશભાઈ ચંદ્રવંશીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂનો મુદ્દામાલ ભરાવી આપનારા રાજુભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, સાથે જ અન્ય એક આરોપી મુકેશ કહાની પણ વોન્ટેડ છે.
એલસીબીએ રૂપિયા 8 લાખના દારૂ સાથે આઇસર ટેમ્પો મળી કુલ રૂ. 18 લાખ છત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેડમાં PI ડી.એસ. કોરાટ, PSI એમ.આર.વાળા, PSI એ.આર.સુર્યવંશી, ASI કલ્યાણસિંહ, ASI સુનીલસિંહ, HC શક્તિસિંહ, HC મિલન, PC રામજી ગયાપ્રસાદ, PC અનીલસિંહે પ્રશંસનીય કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.