શ્રાદ્ધ અને તર્પણનું મહાપર્વ:11થી 25 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષ, દરરોજ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કરવામાં આવશે

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાંગ ભેદ હોવાથી બીજ અને ત્રીજ તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બરે

આજથી 25 સપ્ટેમ્બર સુધી દરરોજ પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવશે. 11 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે. પૂનમ તિથિના શ્રાદ્ધ ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવી શકે છે. આજે પૂનમનું શ્રાદ્ધ થશે. પિતૃ પક્ષ 11 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રહેશે. પંચાંગ ભેદ હોવાથી આ વખતે બીજ અને ત્રીજ તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર એક જ દિવસે રહેશે.

પિતૃ પક્ષમાં ઘર-પરિવારના મૃત લોકોને યાદ કરવામાં આવે છે, તેમના માટે ધૂપ-ધ્યાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. જે વ્યક્તિનું મૃત્યુ જે તિથિએ થાય છે, પિતૃ પક્ષમાં તે જ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. મૃત્યુ તિથિ જાણ ન હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિનું અસમયે મૃત્યુ થયું હોય, હત્યા થઇ હોય,

દુર્ઘટનામાં, કુવા કે ઊંચાઈથી પડવાથી મૃત્યુ થયું હોય, સાપ કરડવાથી મૃત્યુ થયું હોય તો આવા લોકોનું શ્રાદ્ધ ચૌથ તિથિએ કરવું જોઈએ. આ તિથિ 24 સપ્ટેમ્બરના રોજ રહેશે. જેને ધ્યાનમાં રાખી મૃતકના પરિવારજનોએ અવસરનો લ્હાવો લઇ મૃતકની આત્માને શાંતિ મળે તેવા પ્રયાસ કરવા જોઇએ. સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને ધ્યાને ન લઇ શ્રાદ્ધ ચૌથ તિથિને મનાવી જોઇએ. જેથી જે કોઇ વ્યક્તિનું અસમયે મૃત્યુ થયુ હોય તેમનું યોગ્ય રીતે મુક્તિ મળે.

પિતૃ પક્ષમાં બપોરના સમયે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. બપોરનો સમય પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાનો રહે છે. ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવા અને તેની જ્યોત ઉપર પિતૃઓનું ધ્યાન કરીને ગોળ-ઘી રાખો. હથેળીમાં જળ ભરવું અને અંગૂઠા તરફથી પિતૃઓને અર્પણ કરો. આ પ્રકારે સામાન્ય વિધિથી પણ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરી શકો છો. અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારદવી પૂનમ અને શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ રહ્યો છે. પંચાંગ ભેદ હોવાથી આ વખતે બીજ અને ત્રીજ તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર એક જ દિવસે રહેશે.

અન્ય સમાચારો પણ છે...