વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ વસારી,વલસાડ,સુરત,તાપી,અને ડાંગનાં સંયુક્ત કાર્યક્રમ એવા \”ગુજરાત ગૌરવ અભિયાન\” કાર્યક્રમમાં આજે સવારે 10 વાગ્યે ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પધારી રહ્યાં છે.
આ વેળા તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ સાથે ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠો, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તથા સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
વડાપ્રધાનની આ મુલાકત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે વિકાસ ઉત્સવ બની રહેશે. ખુડવેલ મુકામેથી વડાપ્રધાન 648 કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જ્યારે 1504 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન અને 902 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. આ પ્રસંગે 5 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.