અમૂલ્ય ફાળો:સ્થાપના કાળથી આજદિન સુધી ગુજરાતના વિકાસમાં સૌનો અમૂલ્ય ફાળો રહ્યો છે

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી લુન્સીકૂઇ મેદાનમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમની સાથે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાપના દિવસની રાજયભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવા સફાઇ ઝુંબેશ આદરવામાં આવી હતી. કોઇપણ ક્ષેત્રે કામો કરવાની વાત હોય તો નવસારીના નગરજનો સૌથી આગળ હોય છે. જેથી નવસારીને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. ગુજરાતના સ્થાપના કાળથી આજદિન સુધી ગુજરાતના વિકાસમાં સૌનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ગુજરાતમાં જાહેર ક્ષેત્રોમાં નોકરીની ઘણી તકો છે. જેથી અન્ય રાજયના લોકો પણ રોજગારી મેળવવા અહીં આવે છે.

કાર્યક્રમના પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઇ શાહે મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ અવસરે પદ્મશ્રી કનુભાઇ ટેલર, યઝદીભાઇ કરંજીયા, રમીલાબેન ગામિત તેમજ બેટી બચાવો અને બેટી પઢાવો અંગે ખૂબ જ સારી કામગીરી કરનાર નિરંજનાબેનને સન્માનિત કરાયા હતાં.\nગુજરાતના જાણીતા સિંગર અને નવસારીના પનોતા પુત્ર ભાવિન શાસ્ત્રીએ સૂફી સંગીત રેલાવતા લુન્સીકૂઈ મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકોને ડોલાવ્યાં હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, શીતલબેન સોની, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સહિત પદાધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...