તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:એકાદશીથી દિવાળી પાંચ દિવસ લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરી, દાપુ ઉઘરાવી, ફટકાડા ફોડી નવસારીના કિન્નરોએ ઉજવ્યો પ્રકાશ પર્વ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રકૃતિકુંવર મુસ્કાનકુંવર, અગ્રણી, નવસારી કિન્નર સમાજ - Divya Bhaskar
પ્રકૃતિકુંવર મુસ્કાનકુંવર, અગ્રણી, નવસારી કિન્નર સમાજ
  • દાપુ વધામણા માટે ઘરે ઘરે ફરી બરકતના સિક્કા આપી આશીર્વાદ અને ખુશીના સંભારણા આપી ગયા
  • નવસારીમાં કિન્નર સમાજમાં કોઈ પણ આવે તે જીવનભર હિંદુ ધર્મ પાળે છે અને દરેક તહેવારની પરંપરાગત ઉજવણી કરે છે

નવસારી સહિત રાજ્યભરમાં કિન્નર સમાજ દીપાવલીની ઉજવણી અનોખી રીતે કરે છે. તેઓ વાર-તહેવારે શુભ પ્રસંગોમાં પોતાના આશિષ આપવા આવે છે. તેઓ પણ સમાજના લોકો સાથે હાથમાં હાથ નાંખી કોઈપણ મુશ્કેલીને પાર પાડવા સજ્જ છે. કિન્નર સમાજ સંગઠિત થઈ જીવે છે. કોઈપણ મુશ્કેલી હોય તો કોર્ટ કચેરીનાં ચક્કર વગર માત્ર કિન્નર સમાજના અગ્રણીઓ દ્વારા તેમની મુશ્કેલીનું સમાધાન કરવાની તેમની એક અનોખી અદાલત છે. તેઓ વાર-તહેવારે દાપું માંગવા અને આશિષ આપવા આવે છે. એકાદશીથી દિવાળી પાંચ દિવસ લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરી, દાપુ ઉઘરાવી, ફટકાડા ફોડી નવસારીના કિન્નરોએ પ્રકાશ પર્વ ઉજવ્યો હતો.

નવસારીમાં કિન્નરોનો પણ એક સમાજ વસેલો છે. જેમાં વિજલપોર પોલીસ ચોકી પાસે આવેલા માતાજીનાં મદિર પાસે તેઓ સમૂહમાં રહે છે. તેમનું મુખ્ય મઠ સુરતનાં કિન્નરવાડ નાનપુરા ખાતે છે. દાપું વધામણાં માટે નવસારી જિલ્લામાં જાય છે. તેઓએ દિવાળી સાથે મળી ઉજવી હતી. એકાદશીના પર્વથી દીપાવલી સુધી પાંચ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. જેમાં ધનતેરસે લક્ષ્મીદેવીની વિશેષ પૂજા કરાઇ હતી. આ પર્વ તેમના માટે ખાસ ગણાય છે. દિવાળીનાં પર્વમાં તેઓએ ઘરે ઘરે જઇ શુભાશિષ અને બરકતનાં સિક્કા આપ્યા હતા. તે સિકકા ધંધા-રોજગાર અને સુખ માટે શુભ માનવામાં આવે છે. માત્ર દિવાળીના પર્વ દરમિયાન જ કિન્નર સમાજના દાપું ઉઘરાવતી માસીઓ વિધિ કરી આપે છે.

દિવાળીના દિવસે ફટાકડા ફોડી, ઘરને શણગારી, એકબીજાને શુભેચ્છા પાઠવી દીપાવલી ઉજવી હતી. હિંદુ ધર્મમાં લોકો જે પ્રમાણે તહેવાર મનાવે છે તે બધા તહેવાર કિન્નર સમાજ દ્વારા મનાવવામાં આવે છે, કિન્નર સમાજનું એક અવિભાજ્ય અંગ છે તે લોકોની દરેક ખુશીમાં સામેલ થવા આવે છે અને તેઓ પ્રસંગને અનુરૂપ આશીર્વાદ આપીને ખુશીના સંભારણા આપી જાય છે. સમાજનું અવિભાજ્ય અંગ એવા કિન્નર સમાજની કોઈ રીતે અવગણના કરી શકાય નહીં. ચૂંટણી પંચ દ્વારા મહિલા, પુરુષ અને અન્ય માટે એક ખાનું પણ બનાવામાં આવ્યું છે. તેઓ અસ્તિત્વ માટે લડે છે અને જીતે પણ છે. કિન્નર સમાજ માત્ર દિવાળી જ નહીં હિન્દુ ધર્મના તમામ તહેવાર પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવે છે.

કોરોના મહામારીમાં ચલાવ્યો સેવાયજ્ઞ
નવસારીમાં તાજેતરમાં કોરોના મહામારીનાં પગલે સામાન્ય લોકોને ઘરવપરાશની વસ્તુઓની જરૂર પડી હતી ત્યારે અનેક સામાજિક સંસ્થાઓની સાથે સેવાયજ્ઞ કરવામાં કિન્નર સમાજ પણ અગ્રેસર રહ્યો હતો. નવસારીના એક કિન્નર અગ્રણી દ્વારા ગરીબ લોકોને અનાજની કીટ સહિતની વસ્તુઓ આપીને તેઓએ સમાજને સંદેશ આપ્યો કે તેઓ સમાજ પાસે દાપું લે છે, આશિષ પણ આપે છે ત્યારે કપરા સંજોગોમાં સમાજના લોકોને આપવાની તાકાત પણ ધરાવે છે. સમાજ સેવા અમારો પણ ધર્મ તેમ બતાવ્યું હતું.

અનોખી રીતે અપાતા બરકતના સિક્કાનું અનેરૂ મહત્વ
કિન્નર સમાજ ઘરે-ઘરે ફરીને દાપું વધામણા આપવા જાય છે. દિવાળીનાં પર્વ દરમિયાન વિશેષ આશીર્વાદનાં સ્વરૂપે બરકતી સિકકા આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. જેમાં યજમાનો તેમના ધંધા-રોજગારી વધારવા, પ્રગતિ અને લક્ષ્મીની અસીમ કૃપા તેમના માથા પર રહે તે માટે આવા સિક્કાની ખાસ માંગ કરે છે, જેમાં ચલણી સિક્કાને બંગડી ઉપર ટકોરા મારી તેને બંગડીમાંથી પસાર કરી મોંમાં ચાવી અને માથાનાં ભાગે સિક્કાને મૂકીને તે સિક્કો યજમાનને આપે છે. આ સિક્કો લાલ કાપડની સાથે પૂજા કરવાના સ્થળે અથવા સંભાળીને મુકવા માટે જણાવે છે અને આર્થિક લાભ થાય તેવા આશિષ આપે છે. લોકો કિન્નરોએ આપેલા સિક્કા આસ્થાભેર સાચવી શુભ શકુન તરીકે સાચવી રાખે છે.

અમે પણ સમાજના અભિન્ન અંગ
દિવાળીના પર્વમાં એકાદશીથી દિપાવલી સુધી પાંચ દિવસ દરમિયાન લક્ષ્મીજીની પૂજા થાય છે. દિવાળીમાં ફટાકડા પણ ફોડીએ છીએ. હિંદુ ધર્મના કોઈપણ તહેવાર અન્યની જેમ જ ઉજવીએ છીએ. અમે પણ સમાજના અભિન્ન અંગ છીએ. કોઈપણ કિન્નર સમાજમાં આવે તે એક જ બની જાય છે. કોઈપણ સમસ્યા, ખુશી હોય દરેક પર્વ સાથે મનાવીએ છીએ. - પ્રકૃતિકુંવર મુસ્કાનકુંવર, અગ્રણી, નવસારી કિન્નર સમાજ

કિન્નર સમાજમાં ભળે એટલે સબકા માલિક એક, બધા સુખ-દુ:ખના સાથી
સમાજના આજે જાતિ પેટા જ્ઞાતિ હિંદુ-મુસ્લિમમાં વહેંચાયેલો છે પણ એકવાર કિન્નર સમાજમાં તેમનો પ્રવેશ થાય તે બધા હિંદુ ધર્મમાં જ આવી જાય, સબકા માલિક એકની જેમ. તેઓ દરેક રીતિરિવાજ હિંદુ ધર્મના માને છે. દરેક તહેવારો ઉજવે છે. બહુચરા માતાજી, આઈ ખોડિયાર માતાજીની પૂજા અર્ચના કરે છે. તેમના મંદિરે મહેસાણા –રાજપરા ગામે દર ચૈત્રી પૂનમે જાય છે અને આશિષ મેળવે છે. નવરાત્રિમાં એક માસ સુધી સમાજ દ્વારા નવચંડી યજ્ઞ થાય છે. જેમાં દરેક કિન્નર સમાજનાં અગ્રણીઓ આવે છે. દિપાવલી અને નવા વર્ષે એકબીજાને શુભેચ્છા પાઠવે છે. - મુસ્કાનકુંવર નુતનકુંવર, અગ્રણી ગુરુ, કિન્નર સમાજ નવસારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો