તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈફલાઈન:નવસારીથી સુરત અને મુંબઈ અપડાઉન કરનાર વર્ગ આનંદો, 8મી જુલાઈ પછી લોકન ટ્રેનો શરૂ થશે

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કવીન,ગુજરાત એક્સપ્રેસ,ભિલાડ એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ જેવી ટ્રેન શરૂ થશે
  • હીરા,ટેક્સટાઇલ અને આંગડિયા પેઢીને ટ્રેનથી લાભ થશે

નવસારીથી મોટી સખ્યામાં મુંબઈ સુરત અપડાઉન કરતા વર્ગને હાલમાં મોટી મુશ્કેલી થઈ રહી છે, કારણ કે તેમને પોતાના ખાનગી વાહન કે એસટી બસ મારફત અપડાઉન કરવું પડી રહ્યું છે. જે ખૂબ મોંઘુ અને સમય વેડફનારું છે. હાલની સ્થિતિએ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે માસ ટ્રાન્સપોર્ટેશનમાં પ્રથમ નંબરે આવતી રેલવે સેવા પણ પૂર્વવત થવા જઇ રહી છે. 8 જુલાઇથી લોકલ ટ્રેનો શરૂ થવાની જે નવસારીથી સુરત અને મુંબઇ અપડાઉન કરતા લોકો માટે આનંદના સમાચાર સમાન છે.

મુંબઈ અમદાવાદ વ્યવહાર શરૂ થશે

ગુજરાત એક્સપ્રેસ,ગુજરાત કવીન, કર્ણાવતી સહિત ભિલાડ એક્સપ્રેસ સહિત અમદાવાદ મુંબઈ સાથે કનેક્ટીવી ધરાવતી ટ્રેન આગામી 8 મી જુલાઈ સુધી શરૂ થવાનો ગ્રીન સિગ્નલ વેસ્ટર્ન રેલવે પાસેથી નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્યને મળ્યો છે.

સસ્તી રેલ ​​​​​​​સેવા શરૂ થશે.

મુંબઈ સાથે હીરા અને આંગડિયા પેઢીનો વ્યવહાર વર્ષોથી જોડાયેલો છે. ટ્રેન શરૂ થતાં ફરીવાર મંદ પડેલી આર્થિક ગાડી પાટા પર આવશે. નવસારીથી સુરત અપડાઉન કરતા હજારો લોકોને દર મહિને 2 હજાર રૂપિયાના ભાડાનું ભારણ ઘટશે રેલવેનો માસિક પાસ 250 સુધીનો બને છે, ત્યારે બ નો પાસ અને રીક્ષા ખર્ચ વધુ છે સાથે ખાનગી વાહનમાં પેટ્રોલ પોસાતું નથી.

બીજી લહેર ધીમી પડતા રેલ વ્યવહાર પૂર્વવત

કોરોનાની બીજી લહેરમાં ટ્રેન વ્યવહાર પર પણ અસર થઈ હતી. જેને કારણે શરૂ થયેલી એકલદોકલ ટ્રેન પણ બંધ થઈ હતી. રેલ સેવા ઝડપી અને અપડાઉન કરનાર વર્ગ માટે લાઈફલાઈન સમાન હોય છે. આગામી 8મી શરૂ થનાર મુંબઈ અમદાવાદ સાથે કનેક્ટીવી ધરાવતી ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય સંતોષ લોટાણીના જણાવ્યા મુજબ તેઓએ સાંસદ સી.આર.પાટીલ.DRM,અને ચીફ કંટ્રોલર ઝા જી સાથે વાત કરીને 8મી તારીખ સુધી મહત્વની ટ્રેન શરૂ કરવાની ખાતરી લીધી છે. જેને લઈને અપડાઉન કરતા વર્ગ માટે મોટી મુશ્કેલી હલ થશે.

અન્ય સમાચારો પણ છે...