સેવાયજ્ઞ:નવસારીની સામાજિક સંસ્થા ફ્રી ફૂડ નેટવર્કે જરૂરિયાતમંદો માટે આશીર્વાદરુપ સેવા કાર્ય શરૂ કર્યુ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને બાળકોને રમકડાં અને મીઠાઈનું વિતરણ કર્યુ

નવસારીની સામાજિક સંસ્થા ફ્રી ફૂડ નેટવર્ક દ્વારા જરૂરિયાતમંદો માટે આશીર્વાદરુપ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દિવાળીમાં મધ્યમવર્ગ અને અપરકલાસ પોતાની સ્થિત પ્રમાણે ઉજવણી કરે છે. પણ જે લોકો અસમર્થ અને જરૂરિયાતમંદ છે તેમના માટે સામાજિક સંસ્થાઓએ મીઠાઈ અને જરૂરી સામગ્રી આપીને સેવાકાર્ય આરંભ્યું છે.

મીઠાઈ સહિતની વસ્તુઓ સાથે ગરીબ વર્ગ પણ દિવાળી ઉજવી શકે તે માટે સંસ્થાએ જરૂરી વસ્તુઓની વહેંચણીની શરૂઆત 3 વર્ષ પહેલાં કરી છે. શહેરની ફ્રી ફૂડ નેટવર્ક નામની સંસ્થાઓએ તહેવારમાં એક ભાગીરથ કાર્યની શરૂઆત કરી છે.

છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને બાળકો માટે 1 હજાર બોક્સ રમકડાં અને મીઠાઈનું વીતરણ કરે છે. આ સંસ્થાના સંચાલકોએ શહેરના સેવાભવી લોકોને તેમના અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યુ છે. તેમની આ પ્રવૃત્તિમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે. સાથે ફ્રી ફૂડ નેટવર્ક રસ્તે રઝળતી ગાય અને પશુઓ માટે પણ આહારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકારની સેવા થકી સમાજના છેવાડાના લોકો સુધી મદદ પહોંચાડવા માટે સામાજિક સંસ્થાઓએ જવાબદારી સ્વીકારી છે.

અન્ય સમાચારો પણ છે...