તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગ નિયંત્રણ ચકાસણી:ગણદેવીમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરનું નિઃશુલ્ક ચેકઅપ કરાયું, ખર્ચાળ HPV ટેસ્ટ કરવામાં આવ્યા

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીના ધનોરી ગામમાં નિઃશુલ્ક ચેકઅપ યોજાયુ, 100થી વધુ મહિલાઓએ ટેસ્ટ કરાવ્યો

બદલાયેલી જીવનશૈલીના કારણે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ રહી છે. મહિલાઓમાં થતાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર જેવા જીવલેણ રોગની સંખ્યામાં બદલાયેલી જીવનશૈલીના કારણે ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવીના ધનોરી ગામમાં નિઃશુલ્ક ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારની ગંભીર બીમારીઓની ચકાસણી કરતા ખર્ચાળ HPV ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. ધનોરી ગામની 100થી વધુ મહિલાઓએ આ ટેસ્ટ કરાવ્યા હતા.

રોટરી ક્લબ ગણદેવી ચીખલી, મહિલા મંડળ ધનોરી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આલીપોર હોસ્પિટલ, તથા ગુજરાત રાજ્યના સંયુક્ત સહયોગથી ગણદેવીના ધનોરી ગામમાં આ ફી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ ટેસ્ટ કરવા માટેનો ખર્ચ 5 હજાર રૂપિયા જેટલો થાય છે પરંતુ અહીં આ ટેસ્ટ નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યો છે.

કેટલા પ્રકારના ટેસ્ટ થયા
ધનોરીમાં ફ્રી ચેકઅપ કેમ્પ દરમિયાન બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પેપ સ્મર ફોર સર્વાઇવકલ કેન્સર, સ્ક્રિનિંગ મેમોગ્રામ્સ ફોર બ્રેસ્ટ કેન્સર જેવા બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને મહિલાઓમાં કેન્સરના લક્ષણો છેકે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...