છેતરપિંડી:દંપતી સાથે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારીના રાવલ દંપતીને વિદેશ નહીં મોકલી રૂ. 7.54 લાખ પડાવ્યા

નવસારીમાં રાશિમોલ સામે આવેલ એક એપાર્ટમેન્ટમાં સંજય મુકેશભાઈ રાવલ તેમની પત્ની અને બાળક સાથે રહે છે અને કન્સ્ટ્રકશનનું કામ કરે છે. તેમના મિત્રએ કેનેડા જવા માટે ફાઇલ મૂકી હોય તેઓ પણ કેનેડા જવા માંગતા હોય તેમના મિત્રને વાત કરી હતી. તેમના મિત્રએ વડોદરામાં વિદેશ મોકલતા એજન્ટ અશ્વિન નાનુભાઈ સોલંકી (રહે. સંદીપ સોસાયટીમાં, એરપોર્ટ સામે, હરણી રોડ, વડોદરા) સાથે ઓળખાણ કરી આપી હતી. તેમની સાથે તેમના અને તેમની પત્ની અને બાળકના બ્રિટીશ કોલંબીયા કેનેડા જવા કરાર કર્યા હતા.

જેમાં 1 વર્ષના કરાર અને 2 વર્ષમાં પીઆર અપાવવા માટે એગ્રીમેન્ટ કર્યા હતા. બાદમાં એજન્ટે તેમને હોટલમાં મેનેજર તરીકે કામ માટે એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવ્યો હતો. બાયોફિંગર અને અનેક વિધિ માટે નવસારી અને મુંબઈમાં પણ બોલાવ્યા હતા. આ દરમિયાન સંજય રાવલે વર્ષ દરમિયાન ટૂકડે ટૂકડે 7.54 લાખ એજન્ટને ચૂકવ્યા હતા. એજન્ટ ગલ્લાતલ્લા કરવા માંડતા તેમને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.

જેથી તેમણે ટાઉન પોલીસ મથકે વડોદરાના એજન્ટ અશ્વિન સોલંકી વિરુદ્ધ પ્રથમથી જ છેતરપિંડી કરવાનો ઈરાદો રાખી તેમને તથા તેમની પત્નીને વિદેશમાં બ્રિટીશ કોલંબીયા કેનેડા દેશ મોકલવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ 7.54 લાખ લઈ તેમને અને તેમની પત્નીને વિદેશ નહીં મોકલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

તમામ વ્યવહાર કેમેરામાં કેદ થયો હતો
નવસારીમાં વડોદરાનો એજન્ટ અશ્વિન સોલંકી નાણાં લેવા આવતો હતો. તેમાં તેઓ હોટલમાં અને અલગ અલગ વિસ્તારમાં આવ્યાં હતા ત્યારે નવસારીના ફરિયાદીએ તમામ ગતિવિધિ મોબાઈલમાં કેદ કરી હતી. આરોપી પણ કેમેરામાં કેદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...