તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:નવસારી APMCમાં ચાર શખ્સોએ જૂની અદાવતમાં એક યુવકને માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

નવસારી2 મહિનો પહેલા
  • પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામના યુવકને વાંસદા એપીએમસી માં બોલાવી મારામારી નો સી.સી.ટી.વી વિડીયો વાયરલ થયો છે જેમાં જૂની અદાવતમા ચાર યુવકો દ્વારા એક યુવાનને ભેગા થઈ મારવામાં આવ્યો હતો જેની સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કૈદ થઈ છે સમગ્ર ઘટના વિગતવાર જોઈએ તો દિલીપકુમાર દાંસ નામના યુવકને ચાર ઈસમોએ વાસદા એપીએમસીમાં બોલાવી ને માર મારવામાં આવ્યો.

2017 ની સાલમાં હાલના ફરિયાદી દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ.જૂની અદાવત ધ્યાનમાં રાખીને તમામ યુવકોએ માર મારવાની ઘટના સીસીટીવીમાં થઇ કેદ.વાંસદા પોલીસે માઝીદખાન પઠાન, ઇમરાનખાન પઠાન ,અરબાઝખાન પઠાણ ,સલમાનખાન પઠાન નામના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...