તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મની હાલ ચકાસણી ચાલી રહી છે. નવસારીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી કમિશન દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નવસારી વિજલપોર પાલિકામાં ઉમેદવારી કરનાર કોઇનું ફોર્મ રદ ન થતાં ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. જેમાં 52 બેઠક અને 13 વોર્ડનાચૂંટણી કમિશન દ્વારા નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન 56 બેઠક અને 13 વોર્ડમાં ઉમેદવારી કરનારા ઉમેદવારો હાજર રહ્યાં હતા. પાલિતાણા, અંકલેશ્વર અને ડાંગના સુબીરમાં જે પ્રકારે ખૂટતી વિગતો અને અન્ય કારણોસર કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જેના લઇને નવસારી કોંગ્રેસ પણ ચિંતામાં હતું પરંતુ પાલિકામાં કોઇનું પણ ફોર્મ રદ ન થતાં કોંગ્રેસે રાહત અનુભવી હતી. ડાંગના સુબીર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદસુબીર તાલુકા પંચાયતની દહેર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ સોલંકીનું ફોર્મ રદ થતાં આ બેઠકમાં ભાજપની સીટ બિનહરીફ જાહેર થઇ છે.
કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ઇશ્વર સોલંકીના ફોર્મની ચૂંટણીપંચ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન ફોર્મમાં વિગતો અધૂરી હોવાનું ચૂંટણી અધિકારીને જણાઇ આવતા પ્રદીપ સોલંકીનુ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપના ઉમેદવાર રઘુભાઈ કાળુભાઈ સાલ્વે બિનહરીફ જાહેર થયા હતા અને આ બેઠક ભાજપના ખોળામાં ગઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.