ભ્રષ્ટાચારનો આક્ષેપ:ચીખલીના આમધરામાં પૂર્વ સરપંચે પોતાની જમીનમાં કૂવો મંજૂર કરાવી રૂ. 4.50 લાખની ઉચાપત કરી

નવસારી6 દિવસ પહેલા
  • RTIમા માહિતી માંગવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો
  • પૂર્વ સરપંચે રૂપિયા મેળવી કૂવો ન બનાવી ઉચાપાત કરી હોવાની ફરિયાદ કરાઈ

ચીખલી તાલુકાના આમધરા ગામે પૂર્વ મહિલા સરપંચ દ્વારા પોતાની જમીનમાં સરકારની મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરાવી તે માત્ર કાગળ પર બતાવી 4.50 લાખ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ ગામના જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને કરી છે. RTIમાં ખુલાસો થતા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

યોગ્ય તપાસની ગ્રામજનોએ માગ કરી
ચીખલીના આમધરા ગામે પૂર્વ મહિલા સરપંચ રૂપલબેન પટેલે પોતાની જ જમીનમાં મનરેગા યોજના હેઠળ કૂવો ખોદવાનો ઠરાવ ગ્રામપંચાયતમાં પસાર કર્યો હતો. જે બાદ આ જમીનમાં કૂવો ન બનાવી 4.50 લાખ રૂપિયાની ઉચાપાત કરી હતી. જે અંગે ગામના જાગૃત નાગરીકે આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. જેમાં આ તમામ બાબત બહાર આવ્યાં બાદ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને ગામના જાગૃત નાગરીકે પૂર્વ મહિલા સરપંચે કરેલી 4.50 લાખની ઉચાપત અંગેની લેખિત ફરિયાદ કરી છે. તેમજ ગ્રામજનો દ્વારા 14 માં તેમજ 15 માં નાણાંપંચના પણ રૂપિયાનો દૂર ઉપયોગ કરી માત્ર કાગળ ઉપર કામો બતાવી રૂપિયાની સરપંચે ઉચાપત કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ થાય તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.

આમધરામાં મનરેગા યોજનામાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા આમધરા ગામમાં મનરેગા યોજનામાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પૂર્વ સરંપચે કરેલી ઉચાપાત બહાર લાવતા અધિકારીઓ દોડતા થયા છે. ગામના પૂર્વ સરપંચ રૂપલબેન સાચા છે કે ખોટા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રૂપલબેનની જમીનમાં મનરેગા યોજના હેઠળ કૂવો ખોદાયો નથી એ બહાર આવ્યું પણ સાથે જે તે સમયે કોની મુક સંમતીથી ચેક પાસ થયા કે કમિશન લઈને પાસ કરાયા તેની પણ તલસ્પશી તપાસની માગ ચીખલી તાલુકામાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...