ભાસ્કર ન્યૂઝ | નવસારી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધી 19 નવેમ્બર 1917ના રોજ જન્મ થયો હતો શનિવારે તેમના જન્મના 105 વર્ષ પુરા થઇ રહ્યાં છે. સ્વ.ઈન્દિરા ગાંધીના સ્મરણો નવસારી સાથે પણ સંકળાયેલા છે. કટોકટી બાદ થયેલ લોકસભાની સામાનીય ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી અને તેમની પાર્ટીનો પરાજય થયો હતો અને જનતા પાર્ટીની સરકાર દેશમાં બની હતી. ઈન્દિરા ગાંધી જેલમાં પણ ગયા હતાં. તેણી જેલમાંથી છૂટ્યા બાદ 1979ના અરસામાં નવસારીની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમની એક જાહેર સભા જલાલપોર રોડ વિસ્તારમાં આવેલ તાસ્કદ નગરમાં યોજાઇ હતી. ખૂબ િવશાળ આ સભામાં ઠેર ઠેકાણેથી લોકો આવ્યા હતા. કહેવાય છે કે જાહેર સભા એટલી પ્રભાવિ હતી કે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલ ઈન્દિરા ગાંધી અને તેમની પાર્ટીને આ સભાએ પ્રેરક બળ પણ પુરુ પાડ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે જનતા પાર્ટીની સરકારનું પણ પતન થયા બાદ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પુનઃ ઈન્દિરા ગાંધીની પાર્ટી સત્તાધીશ થઇ હતી. નવસારીની તેમની મુલાકાત દરમિયાન આલીપોરના સલીમભાઈ પટેલની ઈમ્પાલા કાર તેમના માટે લાવવામાં આવી હતી.
નવસારીના અગ્રણીઓ સાથે નિકટતા
નવસારીનાં અનેક અગ્રણીઓ સાથે સ્વ.ઈન્દિરા ગાંધીને આત્મિય અને નિકટના સંબંધો રહ્યાં હતાં જેમાં મમતા મંદિરના સર્વેસર્વા મહેશભાઈ કોઠારી પ્રમુખ હતા. આ ઉપરાંત સ્વતંત્રસેની તથા નવસારીમાં એક ટર્મ અને ગણદેવીમાં બે ટર્મ ધારાસભ્ય રહેલ સ્વ.દિનકરભાઈ દેસાઇ સાથે પણ આત્મિય સંબંધ હતા. બે ટર્મ સુરત બેઠક ઉપર સંસદ સભ્ય રહેલ સ્વ.સી.ડી.પટેલ પણ તેમની ગુડબુકમાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.