દાદાગીરી:પૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલના પુત્રના પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડતા વાહનચાલકોએ કર્મચારી સાથે મારામારી કરી

નવસારી13 દિવસ પહેલા
મારામારીની ઘટના CCTVમાં કેદ
  • મારામારી કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા નવસારી એસપીને અરજી આપવામા આવી

નવસારીના ભુલા ફળીયા ને.હા.નંબર 48 ઉપર આવેલ પૂર્વ સાંસદ કાનજી ભાઈ પટેલના પુત્રની માલિકીના કૃષક પેટ્રોલીયમ પર સોમવારે રાત્રિના ડીઝલ ભરાવા આવતા સીગારેટ પીવાની ના પાડતા મારા મારી કરવા બાબત તથા પેટ્રોલપંપને સળગાવી નાંખીશુંની ધમકી આપનારા યુવાનો સામે કાર્યવાહી કરવા માટે એસપી નવસારી ને અરજી આપી હતી.

નવસારીમાં ને.હા.નંબર 48 ભુલા ફળીયા ખાતે પૂર્વ સાંસદના પુત્રનો પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પમ્પના મેનેજર દ્વારા એસપીને અપાયેલ અરજી માં જણાવ્યું કૃષક પેટ્રોલીયમના નામે નેશનલ હાઇવે નં. 48 , ભુલા ફળીયા,તા.જી.નવસારી ખાતે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે સોમવારની રાત્રીના અંદાજીત 1.45 વાગ્યે તેમના પેટ્રોલપંપ ઉપર એક સફેદ કલરની રીડઝ કાર જેનો ગાડી નંબર GJ 05 JK 5097 એમાં ત્રણ લોકો હતા અને એમા બેઠેલા લોકો સીગારેટ પીતા હતા. પેટ્રોલ પમ્પના કર્મચારીએ નમ્રતા પુર્વક રજુઆત કરી હતી કે પેટ્રોલપંપ ઉપર સીગારેટ પીવાની મનાઈ હોય માટે અહીં સીગારેટ ના પીશો છતા પણ કર્મચારીની રજુઆતને ધ્યાનમાં ન લેતા દાદાગીરી સાથે ત્રણે ત્રણ જણા ગાડીમાંથી બહાર ઉતરી કર્મચારી ઉપર હાથ વડે હુમલો કર્યો હતો.

પમ્પના કર્મચારીઓ ગભરાઇ જઈ ઓફિસમાં આવી સર્વ કર્મચારીઓને બોલાવતા સર્વે બહાર આવી રજુઆત કરતા તેમની સાથે પણ મારામારી કરી પેટ્રોલ પમ્પ સળગાવી દેવાની ધમકી આપી હોય પગલાં ભરવા જણાવ્યું હતું.જે બાબતે ના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ એસપી ને ફરિયાદ સાથે આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...