તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશીર્વાદ:નવસારીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઈ પટેલે એમપીના રાજ્યપાલની જવાબદારી સંભાળતાં પહેલાં સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લીધા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગુભાઈ પટેલની ગઈકાલે એમપીના રાજ્યપાલ તરીકેના પદની જાહેરાત થઈ હતી

નવસારીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર મંગુભાઈ પટેલની ગઈકાલે એમપીના રાજ્યપાલ તરીકેના પદની જાહેરાત થઈ હતી. ત્યારે આજે વહેલી સવારે તેમણે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈને રાજ્યપાલના પદની શરૂઆત કરતા પહેલા ધાર્મિક પ્રવુતિ કરી હતી.

નવસારીના હાઈવેને અડીને આવેલું સ્વામિનારાયણ મંદિર અતિ પૌરાણિક અને હાલમાં જ આરસપહાણમાંથી નવા વાઘા સજીને મંદિરે આકર્ષણ જમાવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં મુલાકાતે આવતા મોટાભાગના નેતાઓ આ મંદિરની મુલાકાત અચૂક લે છે. ત્યારે આજે વહેલી સવારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ લેતા પૂર્વે મંગુભાઇ પટેલે પણ નીલકંઠ વર્ણી પર જળ અભિષેક કરી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા સાથે સંતોના આશીર્વાદ લીધા હતા.

રાજ્યપાલ મંગુભાઈએ જણાવ્યું હતું કે, મારી જીવનના દરેક પ્રગતિના શરૂઆતના દિવસોમાં મેં સૌ પ્રથમ ભગવાનના દર્શન કર્યા છે મારા જીવનમાં જ્યારે પણ રાજકીય પ્રગતિ આવી છે ત્યારે મેં સૌપ્રથમ સિદ્ધિવિનાયક મંદિર અને ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ અચૂક લીધા છે.

પ્રમુખસ્વામીના સમયે પણ મને અચૂક તેમના દર્શનનો લાભ મળતો હતો અને આજે પણ જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા મને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે મેં નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં જઇને દર્શન કર્યા છે પ્રભુના આશીર્વાદ મારા માથા ઉપર હંમેશા રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...