તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીનું રતન:ભારતીય ટીમના પૂર્વ ખેલાડી નવસારીના રાકેશ પટેલ ગુજરાતના ક્રિકેટરોને બોલિંગ શીખવશે

નવસારી25 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • 67 ફર્સ્ટ કલાસ મેચમાં 234 વિકેટ, 1800 રન બનાવનાર પટેલ GCA કોચ બન્યા

નવસારીમાં જલાલપોર તાલુકાના કોથમડીના રહીશ અને કાંઠા વિભાગના યુવા ઓલરાઉન્ડર ક્રિકેટર રાકેશ પટેલની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ કોચ તરીકે પસંદગી થતા નવસારી જિલ્લામાં ક્રિકેટરસિકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. માત્ર 44 વર્ષની વયે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં બોલિંગ કોચ બનતા નવસારીના યુવાનોમાં ક્રિકેટ ક્ષેત્ર આગળ વધવાના દરવાજા ખુલશે એ અસ્થાને નથી.

નવસારીમાં જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારના કોથમડીમાં અને હાલ એરૂમાં રહેતા પૂર્વ ભારતીય ટીમના ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર રાકેશ પટેલે ગુજરાત ક્રિકેટ એસો.ના બોલિંગ કોચ તરીકે પસંદગી થતા ઈશ્વરનો આભાર માન્યો હતો. પોતાની ક્રિકેટ યાત્રા અંગે તેમણે જણાવ્યું હતું કે, જલાલપોરના કાંઠા વિસ્તારમાં ફાસ્ટ બોલર તરીકે સફળતા બાદ પાછું વળીને ક્યારેય જોયું નથી. 67 ફર્સ્ટ કલાસ મેચો રમી 234 વિકેટ લીધી છે. 11 વખત 5 વિકેટ અને 1800થી વધુ રન બનાવ્યાં છે, જેમાં 6 વાર 50થી વધુ સ્કોર કર્યો હતો.

ભારતીય ટીમમાં બોલર તરીકે પસંદગી થયા બાદ સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ સામેની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલા દેવધર ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી,ચે લેન્જર ટ્રોફી, રણજીટ્રોફીમાં શાનદાર દેખાવ કરીને ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. પ્રોફેશનલ મેચોમાં આઇસીએલ, આઇપીએલ અને ઈંગ્લેન્ડમાં 5 વર્ષ લીગ મેચમાં ભાગ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે વડોદરાની ટીમમાં રણજી ટ્રોફી રમતા રાકેશ પટેલે તેના સાથી બોલર ઝહીર ખાન સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરાની ટીમને ટોચે પહોંચાડી હતી.

ક્રિકેટમાં સ્પર્ધા છે પણ મહેનતનો પર્યાય નથી
જિલ્લાના યુવાનોમાં પણ ટેલેન્ટ છે પણ આત્મવિશ્વાસ નથી. ક્રિકેટમાં સ્પર્ધા છે પણ મહેનતનો કોઈ પર્યાય નથી. હમેશા આત્મવિશ્વાસ કેળવી શાનદાર પ્રદર્શન કરો. તમારું સન્માન તમારી રાહ જોશે. હું પણ વર્ષ 2003થી ક્રિકેટ જગતમાં રહ્યો છું, મહેનત કરી છે. આજે મારી પસંદગી થઈ, જેનો મને આનંદ છે. > રાકેશ પટેલ, પૂર્વ ભારતીય ક્રિકેટર, હાલ બોલિંગ કોચ

અન્ય સમાચારો પણ છે...