તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. જેને લઇને સામાન્ય શહેરીજનો સહિત રાજકારણીઓ પણ તેનો ભોગ બની રહ્યાં છે. ગણદેવીના પૂર્વ ધારાસભ્ય 70 વર્ષીય લક્ષ્મણ પટેલ કોરોના સંક્રમણમાં સપડાતા હાલમાં તાત્કાલિક નવસારી સિવિલ ખસેડાયા હતા.ગણદેવીના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલ હાલમાં રિટાયર્ડ જીવન જીવી રહ્યાં હતા. જેમાં તાજેતરમાં લક્ષ્મણ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ચીખલી પાસેના આલીપોરના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ નવસારી સિવિલમાં ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે ખસેડાયા છે.
પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલ 2007 થી 2012 દરમિયાન ગણદેવીના ધારાસભ્ય હતા. તેમજ પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલ હાલ વેન્ટિલેટર પર હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને શ્વાસ લેવાની તકલીફ છે, શહેરીજનો ઉપરાંત રાજકીય અગ્રણીઓ પણ કોરોનામાં સપડાઇ રહ્યાં છે. જેનો બોધપાઠ લઇ સાવચેત રહેવું તે હાલના સમયની માંગ છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.