ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા:નવસારી 4 બેઠકો પર ફોર્મ ભરવાની મુદત આજથી શરૂ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 નવેમ્બર પત્રક ભરવાનો છેલ્લો દિવસ

નવસારી જિલ્લાની તમામ 4 બેઠકો ઉપરાંત ડાંગ બેઠક ઉપર શનિવારે જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુરૂવારે ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી હતી, જેમાં નવસારીની 4 બેઠકો નવસારી, જલાલપોર, ગણદેવી, વાંસદા અને ડાંગની 1 વિધાનસભા બેઠક માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણી માટે વિધિવત જાહેરનામું 5 નવેમ્બરને શનિવારે બહાર પડવાની સાથે ઉમેદવારીપત્રકો ભરવાની મુદતની પણ શરૂઆત થશે. 14 નવેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ નિર્ધારિત કરાયો છે, ત્યારબાદ 15મીએ ઉમેદવારીપત્રકોની ચકાસણી, 17મીએ ફોર્મ ખેંચવાના છેલ્લો દિવસ છે.

તમામ 5 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને આ મતોની ગણતરી 8 ડિસેમ્બરના રોજ કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે હજુ સુધી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. જોકે આમ આદમી પક્ષે કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે. આમ તો ફોર્મ ભરવાની મુદત તો શનિવારથી શરૂ થનાર છે, પણ ભૂતકાળનો સિલસિલો જોતા મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવાના છેલ્લા દિવસો દરમિયાન ફોર્મ ભરી એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...