તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:વાંસદાના વંદરવેલા ગામમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા દીપડીના બચ્ચાને વન વિભાગે બચાવી સુરક્ષીત સ્થળે ખસેડ્યું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત દીપડીના બચ્ચાને પકડીને વન વિભાગે સુરક્ષીત સ્થળે ખસેડ્યું હતું. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત દીપડીના બચ્ચાને પકડીને વન વિભાગે સુરક્ષીત સ્થળે ખસેડ્યું હતું.
  • ગ્રામવાસીઓએ વનવિભાગને જાણ કરતાં રેસ્ક્યુ કરાયું

વાંસદા તાલુકાના વંદરવેલા ગામમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં દીપડીનું બચ્ચું મળી આવ્યું હતું. દીપડીનું બચ્ચું મળી આવતાં સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

દીપડી પાંજરે પૂરાયા બાદ બચ્ચું મળ્યું
વાંસદા તાલુકાના વંદરવેલા ગામે થોડા દિવસોથી દીપડો દેખાતો હોવાથી સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી દીપડીને પૂરવા માટે ગોઠવાયેલા પાંજરામાં દીપડી મળી આવ્યાં બાદ બચ્ચું મળી આવ્યું હતું. જેથી દીપડીને જ્યાં છોડવામાં આવી હતી ત્યાં બચ્ચાને પણ સુરક્ષીત રીતે વનવિભાગે છોડી છે.

સ્થાનિકોમાં ડર હળવો થયો
દીપડી પાંજરે પૂરાયા બાદ તેનું બચ્ચે ઈજાગ્રસ્ત મળી આવ્યાં બાદ વનવિભાગે તેને પકડીને સુરક્ષીત રીતે છોડ્યું છે. જેથી સ્થાનિકોએ કહ્યું કે, બચ્ચાને શોધવા દીપડી આવી શકે તેવો ડર હતો પરંતુ હવે બચ્ચું પણ તેની સાથે જશે તો દીપડી ફરી આ વિસ્તારમાં નહી દેખાય તેવી આશાથી ડર થોડો હળવો થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો