હવામાન:નવસારીમાં સતત બીજા દિવસે તાપમાન 40.5 ડિગ્રી

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસ દરમિયાન 5.7 પ્રતિ કલાકે પવન ફૂંકાયો

નવસારીમાં સપ્તાહથી ગરમીમાં સતત વધારો થતા મહત્તમ તાપમાન બે દિવસથી 40.5 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં સોમવારે બપોરે અચાનક વાદળછાયું વાતવરણ સર્જાવાને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ સોમવારે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી અને લઘુત્તમ 25.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 89 ટકા અને બપોરે 40 ટકા નોંધાયું હતું. બપોરે વાદળછાયુ વાતાવરણ સર્જાતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાક 5.7 કિમીની ઝડપે ફૂંકાયો હતો.

છેલ્લાં બે દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થતા લોકો ગરમીથી પરેશાન થયા હતા. શહેરીજનોએ ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા અને શેરડીના રસથી પોતાની તરસ છીપાવી હતી. ગામોમાં નાના બાળકો પાણીના ખાબોચિયામાં નાહવા પડીને ગરમીથી રાહત મેળવતા નજરે પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...