તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડૅટ:નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસ બે આંકમાં

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બે વિદ્યાર્થી સહિત વધુ 10 પોઝિટિવ

નવસારી જિલ્લામાં બે વિદ્યાર્થી સહિત વધુ 10 કોરોનાના નોંધાયા હતા. નવસારી જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે પણ કોરોનાના કેસ બે આંકમાં સરકારી ચોપડે નોંધાયા હતા. કુલ 10 કેસ જે બહાર આવ્યા તેમાં 6 કેસ નવસારી શહેર તાલુકામાં નોંધાયા હતા. આ ઉપરાંત 2 કેસ ગણદેવી તાલુકામાં અને 2 કેસ ચીખલી તાલુકામાં નોંધાયા હતા.ઉલ્લેખનીય બાબત એ છે કે નવસારી શહેરમાં વધુ 2 વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બન્ને વિદ્યાર્થી શહેરની ભકતાશ્રમ શાળામાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે.

વધુ 10 કેસો સાથે જિલ્લાના કુલ કેસ 1670 થઈ ગયા છે. શનિવારે કોરોનાની સારવાર લેતા 4 જણા રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવર કેસની સંખ્યા 1510 થઈ હતી.એક્ટિવ કેસ વધી 58 થયા છે.જે એક્ટિવ કેસ છે તેમાં મહત્તમ હોમ આઇસોલેશનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાના કેસ વધતા કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં પણ વધારો થયો છે. અને હાલ 89 વિસ્તારોને કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. જ્યાં સરવેની કામગીરી કરાઇ રહી છે.

10 કેસ આ જગ્યાના
- નવસારી: શાંતાદેવી રોડ, ચોવીસી, કબીલપોર, સ્નેહમિલન એપાર્ટમેન્ટ, છાપરા રોડ વિસ્તાર, અનમોલ એપાર્ટમેન્ટ
- ગણદેવી : ગણદેવી ગણેશ કોમ્પ્લેક્સ, ઉડાચ વાણીયા ફળીયા
- ચીખલી : દેગામ,ખૂંધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો