કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના નવા 46 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 162 પર પહોંચ્યો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણનો વ્યાપ વધ્યો હોવા છતાં જાગૃતિનો અભાવ
  • માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયું

નવસારી જિલ્લામાં આજે સતત બીજા દિવસે કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે નવા 46 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ અને શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. આજે નવા 46 કેસ નોંધાતાં એક્ટિવ કેસનો આંકડો 162 પર પહોંચી ગયો છે.

સરકારી મેળાવડા અને બેફિકરાઈ આ કેસ વધવા પાછળ મુખ્ય કારણભૂત હોવાનું કરી શકાય એમ છે. સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ નવસારી જિલ્લામાં કોરોના કેસને વધારવામાં બળ પૂરું પાડ્યું છે. ત્યારે આજે આવેલા 46 કેસની સામે રાહતરૂપ 21 કેસ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કોરોના કેસમાં સૌથી વધુ શૈક્ષણિક વિભાગમાં પોઝિટિવ આવ્યા છે. જેને લઇને હાલમાં શરૂ થયેલું 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન કારગર સાબિત થશે. તેવું આરોગ્ય વિભાગનું માનવું છે. જિલ્લામાં એક્ટિવ કેસની આંકની વાત કરીએ તો જે 162 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંક 7548 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...