• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • For The Last 20 Years, The Demand For Construction Of Tidal Dam On Purna River Has Been Satisfied. Tidal Dam Will Be Built At A Cost Of Rs 150 Crore

ટાઇડલ ડેમને મંજૂરી:છેલ્લા 20 વર્ષોથી પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગ સંતોષાઇ, પૂર્ણા નદી પર રૂ. 150 કરોડના ખર્ચે ટાઈડલ ડેમ બનશે

નવસારીએક મહિનો પહેલા
  • સરકારે વિરાવળ અને કસ્બા ગામ નજીક ટાઇડલ ડેમ બનાવવાની જગ્યાને મંજૂરી આપી
  • ત્રણ મહિનામાં જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણા નદી પર ડેમ તૈયાર થશે
  • વિસ્તારની પંદરસો હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પણ મળી રહેશે

નવસારી પૂર્ણા નદીના કિનારે વસેલું હોવા છતાં નવસારી શહેરને અને આસપાસના ગામડામાં પીવાના પાણી માટે અન્ય સ્ત્રોતો પર આધાર રાખવો પડતો હતો. જેથી પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગણી વર્ષોથી નવસારીના શહેરીજનો અને ગામડાઓ દ્વારા થતી આવી હતી. પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ટાઇડલ ડેમનું કામ છેલ્લા વીસ વર્ષોથી અટવાયું હતું.

પ્રથમ અરબ સાગરથી 10 કિલોમીટર દૂર પૂર્ણા નદીમાં અલુરા અને બોદાલી વચ્ચે ડેમ બનાવવાની તૈયારી જિલ્લાના ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અલુરા અને બોદાલી વચ્ચે ડેમ બને તો ઘણા ગામો ડુબાણમાં પણ જાય અને જમીન સંપાદન પણ વધુ કરવી પડે એવી સ્થિતિ હતી. જેથી ગ્રામીણોના વિરોધને કારણે ટાઇડલ ડેમનો સર્વે થયા બાદ પણ ડેમની કામગીરી ખોરંભે ચડી હતી. દસ વર્ષ અગાઉ વિરાવળ અને કસ્બા વચ્ચે ટાઇટલ ડેમ બનાવવાની ફરી માંગણી ઉઠી હતી, જેનો પણ સર્વે થયો અને ડેમ માટે જગ્યા પરફેક્ટ છે કે કેમ એની પણ ચકાસણી ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ આમડપોર અને આમરી વચ્ચે પણ ડેમ બનાવવાનો સર્વે થયો હતો પરંતુ અંતે વિરાવળ અને કસ્બા ગામ વચ્ચે પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગણી રાજ્ય સરકારે માન્ય રાખી અને ગત બજેટમાં રૂ. 345 કરોડની જોગવાઈ પણ કરી હતી.

તેમ છતાં ડેમની તાંત્રિક કામગીરી અટવાઇ હતી. જેમાં હાલની નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારે વિરાવળ અને કસ્બા ગામ નજીક 150 કરોડ રૂપિયાના ખર્ચે ટાઇડલ ડેમ બનાવવાની જગ્યાને મંજૂરી આપી છે. જેથી આવનારા ત્રણ મહિનામાં જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ ડેમનું કામ શરૂ થશે અને આગામી ત્રણ વર્ષમાં પૂર્ણા નદી પર ડેમ તૈયાર થશે. જેના દ્વારા નવસારીના વિજલપોર શહેર સહિત 21 ગામડાઓની કુલ સાડા ચાર લાખની વસ્તીને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. સાથે જ આ વિસ્તારની પંદરસો હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પણ મળી રહેશે. નોંધનીય છે કે ટાઇડલ ડેમની જાહેરાત થતાં જ નવસારી જનોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે

અન્ય સમાચારો પણ છે...