તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામ્ય વિકાસ:નવસારી પંથકમાં પ્રથમવાર ગ્રામ્ય પંચાયતી રોડ સુપામાં 2 લેન બનાવાશે, ખાતમુર્હૂત પણ થઇ ગયું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ અને નેશનલ હાઇવે તો 2 લેન બનતા પણ પંચાયતી રોડ બનતા ન હતા

નવસારી પંથકમાં સંભવતઃ પ્રથમવખત જ સુપામાં ગ્રામ્ય પંચાયતી રોડ 2 લેન બનશે. નવસારી જિલ્લામાં અનેક માર્ગો છે, જેમાં સ્ટેટ માર્ગ મકાન હસ્તક,નેશનલ હાઇવે અને ગ્રામ્ય પંચાયતી રોડનો સમાવેશ થાય છે.સ્ટેટ અને નેશનલ હાઇવે તો 2 લેન,4 લેન અને 6 લેન સુધી બન્યા છે પણ ગ્રામ્ય અંતરિયાળ પંચાયત હસ્તકના રોડ મહદઅંશે સિંગલ લેન જ બન્યા છે. જોકે હવે નવસારી પંથકમાં પંચાયતી રોડ પણ 2 લેન બનશે.

મળતી માહિતી મુજબ નવસારી તાલુકાના સુપા ગામે પંચાયત હસ્તકનો રોડ 2 લેન કરાશે. ગામના પ્રવેશદ્વાર વિસ્તારનો 720 મીટર જેટલો રોડ 1 લેન નહિ પણ 2 લેન બનાવશે અને તેનું ખાતમુહરત પણ વિધાનસભાના નાયબ દંડક આર સી પટેલે કરી દીધું છે. આર સી પટેલ સહિત સરકારનો ગામનો પંચાયતી રોડ 2 લેન કરાવવા બદલ ગામના સરપંચ આશિષ નાયકે આભાર માન્યો છે.

રાજ્યનો પ્રથમ પંચાયતી રોડ 2 લેન?
માત્ર નવસારી જિલ્લામાં જ નહીં રાજ્યમાં પણ પંચાયતી ગ્રામ્ય રોડ 2 લેન મોટેભાગે નથી. રાજ્યભરમાં પણ પંચાયતી રોડ સિંગલ લેન જ બનાવવામાં આવે છે. સુપામાં રોડના ખાતમુહૂર્ત વેળા સરકારના ઉચ્ચ અધિકારીઓએ એમ પણ ટકોર કરી હતી કે સંભવતઃ રાજ્યમાં પણ જિલ્લા પંચાયત હસ્તકનો આ પ્રથમ રોડ 2 લેન હોઈ શકે છે. જોકે, આ અંગે કોઇ ચોક્કસ જાણકારી નથી.

બંને બાજુ 4.5 મીટર, 1 મીટર ડિવાઇડર
મારી જાણકારી મુજબ તો જિલ્લા પંચાયત હસ્તકનો નવસારીમાં તો 2 લેન રોડ પહેલો જ સુપામાં બનશે. 720 મીટરના રોડમાં કુલ 10 મીટરમાં બન્ને બાજુ 4.5 મીટર અને 1 મીટરનો ડિવાઈડર રહેશે. - જે. સી. રાઠોડ, ઈજનેર, જિલ્લા પંચાયત, નવસારી

અન્ય સમાચારો પણ છે...