પેટ્રોલના ભાવમાં સતત વધારો:નવસારી જિલ્લામાં પ્રથમવાર સાદુ પેટ્રોલ લિટરે 100 રૂપિયાને પાર

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધતા વાહનધારકોના ખિસ્સા પર વધારાનો ભાર

નવસારીમાં પ્રથમવાર ગુરુવારે સાદા પેટ્રોલનો ભાવ વધી લિટરે 100.13 રૂપિયા થઈ ગયો હતો. નવસારીમાં આશરે બે મહિના અગાઉ ખૂબ જ ઓછું વેચતા પ્રિમિયમ પેટ્રોલનો ભાવ 100 થી વધુ થઈ ગયો હતો. જોકે 6 ઓક્ટોબર 2021 સુધી સાદા પેટ્રોલના ભાવે 100 રૂપિયાનો આંક વટાવ્યો ન હતો.

અહીં ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિના બાદ નવસારીમાં પણ પેટ્રોલના ભાવ વધુ વધતા રહ્યા છે. 24 ઓગસ્ટના રોજ 98.50 રૂપિયા હતા. જોકે ત્યારબાદ લગભગ 25-30 દિવસ ભાવ વધ્યા ન હતા અને લિટરનો ભાવ 98.19 રૂપિયા પણ થયો હતો. જોકે છેલ્લા 10 દિવસથી પુનઃ ભાવ સતત વધ્યા છે. 28 સપ્ટેમ્બરે ભાવ 98.37 રૂપિયા હતો,જે બુધવારે 99.84 રૂપિયા થયો અને ગુરૂવારે 100નો આંક વટાવી 100.13 રૂપિયા થઈ ગયો છે.

નવસારી પંથકમાં રોજ હજારો લિટર સાદા પેટ્રોલનો વપરાશ થાય છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે માર્ચ 2012માં પેટ્રોલનો ભાવ 69.50 રૂપિયા હતો,જે જૂન 2014માં 74.59 રૂપિયા થયો હતો. સતત વધતા જતા પેટ્રોલના ભાવને લઇ સામાન્ય વાહનધારકોની સ્થિતિ ખૂબ જ કફોળી બની જવા પામી છે. વધતા જતા ભાવ સરકાર દ્વારા નિયંત્રણમાં લાવી લોકોને રાહત આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...