નવસારી જિલ્લામાં ખેતી પાકમાં ખાતર છાંટવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. 3 દિવસોમાં એકરમાં છંટકાવ થઈ પણ ગયો છે. આપણે ત્યાં લગ્નમાં યા અન્ય ફોટો,વિડિયો શૂટિંગ માટે તો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો પણ ખેતીમાં શરૂ થયો ન હતો. પ્રથમવાર નવસારી જિલ્લામાં પાકમાં દવા, ખાતર છાંટવા ડ્રોનનો ઉપયોગ શરૂ કરવા સરકાર આગળ આવી છે. દિવસથી ચીખલી તાલુકાના વાંઝણા, ટાંકલ, બારોલીયા વિગેરે ગામમાં ડ્રોનની નેનો યુરિયા છાંટવામાં આવી રહ્યું છે. 3 દિવસોમાં 60 એકરમાં પાકમાં છંટકાવ તો થઈ પણ ગયો છે.
હાલ સુધીમાં 300 એકરમાં છંટકાવ કરાવવા 80 જેટલા ખેડૂતોએ તૈયારી પણ બતાવી છે. મળતી માહિતી મુજબ સરકારે પાયલોટ પ્રોજેક્ટ નેનો યુરિયા ખાતર છાંટવા માટે હાલ પ્રથમ કર્યો છે અને તે એક યા બે પાક માટે નહિ પણ ખેતીવાડી અને બાગાયતના મોટાભાગના પાકો માટે ભલામણ કરવામાં આવી છે.
સસ્તું પણ પડ્યું છે
અમે ગત વર્ષે મહારાષ્ટ્રથી ડ્રોન દ્વારા એકરે 900 રૂપિયા આપી પાકમાં છંટકાવ કરાવ્યો હતો. ચાલુ સાલ સરકારે સબસિડી આપી છે તે જોતાં ખૂબ સસ્તું પડ્યું છે. હાલ તો શેરડીમાં છંટકાવ કરાવ્યો પણ કલમમાં પણ કરવા માગીએ છીએ' -સાગરભાઈ પટેલ, ખેડૂત, ટાંકલ
સરકારી સબસીડીથી ઓછો આવતો ખર્ચ
આમ તો ડ્રોન ટેકનોલોજીથી ખાતર નાખવાનો ખર્ચ એકરે 900 રૂપિયાથી વધુ થઈ જાય પણ સરકારે પ્રોત્સાહન આપવા એકરે 500 રૂપિયા સબસિડી આપી હોય ખર્ચ ઘણો ઘટી ગયો છે. ખેડૂતે એકર દીઠ નેનો લિકવિડ ખાતરના 240 રૂપિયા અને 100 રૂપિયા ખર્ચ મળી 340 રૂપિયા જ ચૂકવવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.