તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ નોલેજ:સમગ્ર દેશના 225 એનેસ્થેસીયોલોજીટીસ્ટે પ્રથમવાર નવસારીમાં આયોજીત વર્કશોપમાં હાજરી આપી

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના નિષ્ણાંતોએ એનેસ્થેસીયામાં ‘નર્વ બ્લોક’ ઉપર ઉપસ્થિતોને જાણકારી આપી

નવસારીમાં પ્રથમ વખત એનેસ્થેટીસ્ટનો રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં દેશભરના 225 જેટલા એનેસ્થેટીસ્ટો હાજર રહ્યાં હતા.

ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલિસ્ટ નવસારી બ્રાંચ દ્વારા નવસારીમાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાનો એક દિવસીય એનેસ્થેટીસ્ટ ઉપર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં દેશભરમાંથી 225 એનેસ્થેટીસ્ટ હાજર રહ્યાં હતા. વર્કશોપ મુખ્યત્વે ‘રિજ્યોનલ નર્વ બ્લોક’ ઉપર હતો અને તે બે જગ્યાએ યોજાયો હતો. નવસારીની યશફીન હોસ્પિટલના સહકારથી આ હોસ્પિટલમાં ઓપરેશનોમાં ‘નર્વ બ્લોક’નો ડેમો થયો હતો. બીજી તરફ નવસારી મેડિકલ એસો.ના હોલ ઉપર તબીબોને જાણકારી અપાઈ હતી. કાર્યક્રમમાં મુંબઈ, ચેન્નાઈ, રાજકોટ, સુરત વગેરે જગ્યાએથી આવેલા તજજ્ઞોએ લેકચર આપી જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં ‘નર્વ બ્લોક’ (અમુક અંગ જ જુઠ્ઠા કરવા) કરી ઓપરેશન કરવાથી દર્દીઓને થતા ફાયદા, ઓછામાં ઓછુ રિસ્ક વગેરે બાબતોની જાણકારી અપાઈ હતી. વર્કશોપને સફળ બનાવવા યશફીન હોસ્પિટલે સહયોગ કર્યો હતો. યશફીનના એનેસ્થેસિયા વિભાગના વડા ડો. મનન કપૂરીયા તથા આઈએસએ નવસારી બ્રાંચની ટીમે જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપને લઇને સમગ્ર નવસારી જિલ્લાના તબીબી આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...