• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Following The Misdemeanor With The Girl, The Painter From Navsari Made A Symbolic Picture With His Own Blood And Expressed His Indignation

રેપના વિરોધમાં રક્તચિત્ર દોર્યું:યુવતી સાથે થયેલા દુષ્કર્મને પગલે નવસારીના ચિત્રકારે પોતાના રક્તથી સાંકેતિક ચિત્ર બનાવી રોષ પ્રગટ કર્યો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • Stop Rapeને લોહીના રંગથી લખીને શુભમે પોતાનો બળાપો કાઢ્યો
  • ચિત્રકારનું 200 ml જેટલું લોહી આ ચિત્રમાં વપરાયું

નવસારીની યુવતી સાથે વડોદરામાં થયેલા અત્યાચાર મામલે ચારેકોર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારીમાં રહેતા 25 વર્ષીય શિક્ષકે સિમ્બોલિક પેઇન્ટિંગ કરી પોતાના રક્તમાંથી સ્ટોપ રેપ લખાણ વાળું એક ચિત્ર બનાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવતીનો પરિવાર પણ આરોપીઓ વહેલમાં વહેલી તકે ઝડપાઈ જાય તે માટે તપાસમાં સહયોગ આપી રહ્યા છે. સમાજમાં વધી રહેલા દુષ્કર્મોને લઈને બુદ્ધિજીવી વર્ગની ઊંઘ હરામ થઇ છે, ત્યારે નવસારીમાં રહેતા 25 વર્ષીય શિક્ષકે સિમ્બોલિક પેઇન્ટિંગ બનાવી પોતાના રક્તમાંથી સ્ટોપ રેપ લખાણવાળું એક ચિત્ર બનાવ્યું હતું.

બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ સમાજમાંથી સદંતર બંધ થાય તેવા સાંકેતિક ચિત્ર બનાવીને શુભમ માયાવંશીએ એક અનોખો જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ ચિત્ર બનાવતાં શુભમને એક કલાકનો સમય લાગ્યો હતો અને તેમનું 200 ml જેટલું લોહી આ ચિત્રમાં વપરાયું હતું.

લોકડાઉનમાં પણ આ ચિત્રકારે અનેક સિમ્બોલિક પેઇન્ટિંગ કરીને મન મોહી લેતાં ચિત્રો બનાવ્યા હતા, ત્યારે દુષ્કર્મની ઘટના બનતાં ચિત્રકારે પણ આ સમગ્ર મામલે પોતાના પેઇન્ટિંગથી ચિંતા વ્યક્ત કરી હતી અને આવી જ ઘટનાઓ ફરી સમાજમાં ન બને અને દીકરીઓ પણ આઝાદીથી કોઈપણ સ્થળે ફરી શકે તેવો માહોલ ઊભો થાય તેને લઈને ચિત્ર સ્વરૂપે સંદેશો આપ્યો હતો.

આ કેસને ઉકેલવા માટે ગુજરાત પોલીસની ટીમ કામે લાગી છે, ત્યારે દરેક લોકો પોતપોતાની રીતે આ ઘટનાના વિરોધ માટે આગળ આવી રહ્યા છે. દરેક સામાજીક સંસ્થાઓ આવેદનપત્ર આપીને સમગ્ર મામલે કેસનો ઉકેલ આવે તેની રાહ જોઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...