તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા મહેકાવી:દાદાના પગલે પૌત્રનો પણ તબીબી ક્ષેત્રે સેવાયજ્ઞ

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના યુવા તબીબ પોડિંચેરીમાં અભ્યાસ સાથે આઇસોલેશનમાં ફરજ બજાવે છે

નવસારીના રહીશ ડો.ધરવ પરીખ અભ્યાસની સાથે પોંડિચેરીમાં કોવિડ-19 આઈસોલેશન વોર્ડમાં અજાતશત્રુની જેમ સતત માનવતા ધર્મ બજાવી રહ્યા છે. કોરોનાની મહામારીમાં આજે પરિસ્થિતિ હદ બહાર ગઈ છે ત્યારે તબીબ જ ભગવાનની ભૂમિકા ભજવી રહ્યો છે. આવા યુવા તબીબોની અવિરત સેવા એ જ માનવતાને ઉજાગર કરી છે. ખરેખર આવા યુવા તબીબના પરિવાર પણ કોરોના વોરિયર્સ કહી શકાય. પરિવાર પણ પોતાના એકનાં એક વ્હાલાસોયાને મહામારીમાં લોકોનાં જીવન બચાવવા તબીબી ધર્મ બજાવતા રહે તેમ કહી તેનો જુસ્સો વધારતા રહે છે.

મૂળ વલસાડના સદગત ડો.જીતેન્દ્ર પરીખે જલાલપોર તાલુકાનાં ખારા અબ્રામાને કર્મભૂમિ બનાવી 35 વર્ષ તબીબ તરીકે સેવા બજાવી હતી. સદગત ડો.જીતેન્દ્ર પરીખ તેમના પરિવાર સાથે પૌત્ર ડો. ધરવ પરીખના અભ્યાસ અર્થે નવસારી આવ્યા હતા. તેમના પુત્ર શેખર પરીખ સિવિલ એન્જિનિયર તરીકે એક જાણીતી ફર્મમાં ફરજ બજાવી રહ્યા છે. પુત્રવધુ સ્વાતિબેન ગૃહિણી બની ઘરનાં આધારસ્તંભ બની ઉભા છે. શેખરભાઈ અને સ્વાતિબેનનાં પરિવારમાં પુત્ર ધરવના આગમન બાદ એક ખુશી ઉમેરાઈ, દાદા તબીબ એટલે પૌત્ર તબીબ બને તેવી મહેચ્છા હતી, જે પૌત્ર ધરવે પૂરી કરી હતી. ડો. ધરવ પરીખે પ્રાથમિક શિક્ષણ નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કૂલમાં મે‌ળવ્યા બાદ આર. જે.જે.હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વધુ અભ્યાસ અર્થે વડોદરાની એસ.એસ.જી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી હતી. ડો. ધરવ પરીખે પોંડિચેરીમાં આવેલી મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં માસ્ટર ઓફ ઓર્થોપેડિક (M.S)નો અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો હતો. ડો. ધરવ પ્રથમ વર્ષ પાસ કર્યા બાદ હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમને કોરોના મહામારીમાં કોવિડ-19 આઈસોલેશન સેન્ટરમાં ફરજ સોંપાઈ હતી. જેમાં ડો. ધરવ પરીખે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આજ સુધી સતત કોવિડ-19 આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી તબીબી ધર્મ નિભાવી રહ્યા છે. ડો. ધરવે 6 માસમાં માત્ર એક જ વખત નવસારીમાં માતા-પિતાને મળવા આવ્યા હતા. આજે પણ ડો.ધરવ પરીખ પોંડિચેરીમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસની સાથે જીવના જોખમે તબીબી ધર્મ બજાવી રહ્યા છે. ભગવાનના દ્વાર બંધ થયા પણ ભગવાને તબીબ બની લોકોની સેવા કરવા ધરતી પર ઉતર્યા તેમાં ડો.ધરવ પરીખ પણ એક તબીબ તરીકે માનવતા ધર્મ નિભાવી નવસારી–ગુજરાતનું નામ પોંડિચેરીની હોસ્પિટલમાં ગુંજાવી રહ્યા છે. આવા માનવતાનાં ધર્મને ફરજ બનાવનાર યુવાનો થકી ભારતનું ભવિષ્ય તબીબી ક્ષેત્રમાં ઉજળું રહેશે.

પુત્રની ફરજ નિષ્ઠાથી ગર્વ અનુભવુ છું
કોરોના મહામારી વૈશ્વિક બની છે અને ઘરે ઘરે દર્દીઓ રોજબરોજ નોંધાઈ રહ્યા છે. લાડકોડમાં ઉછરેલો અને હાલ પોંડિચેરીમાં અભ્યાસ સાથે ફરજ બજાવતા મારા એકના એક પુત્ર ધરવને આશીર્વાદ આપું છું કે તારી નૈતિક ફરજ બજાવતો રહેજે, કર્મ કરતો જા, ભગવાન તારી સાથે રહેશે. - સ્વાતિબેન પરીખ, ડો. ધરવની માતા

દર્દીઓ સારા થઈ ઘરે જાય એજ સાચો આનંદ
કોરોના મહામારી વૈશ્વિક બીમારી છે. અમને ફરજ માટે કહ્યું અને કોવિડ-19ના આઇસોલેસન વોર્ડમાં પોઝિટિવ દર્દીઓને સમય પર મેડિકલ ચેકઅપ અને દવા બાબતે નિરીક્ષણ કરવાની ફરજ બજાવું છું. ભગવાન સેવા કરવાનો મોકો વારંવાર આપતો નથી. જે લોકો સારા થઈને ઘરે જાય એજ સાચો આનંદ છે. - ડો.ધરવ પરીખ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર, નવસારી

અન્ય સમાચારો પણ છે...