60% વિસ્તાર જળબંબાકાર:પુર-ભરતી અને 2 કલાકમાં 5.5 ઈંચ વરસાદથી નવસારીમાં પાણી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીખલી હાઇવે સર્વિસ રોડ - Divya Bhaskar
ચીખલી હાઇવે સર્વિસ રોડ
  • એલર્ટથી અગાઉ 3 હજાર લોકોનું સલામત સ્થળાંતર કરાયું
  • શહેરના હજારો ઘર ,દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાની,દરિયાએ પાણી ન લેતા કલાકો સુધી પાણી ઓસર્યા નહિ

પૂર્ણાં નદીમાં ઘોડાપુર અને શહેરમાં માત્ર 2 કલાકમાં 5.5 ઈંચ જેટલો વરસાદ ઝીકાતા સમગ્ર નવસારીમાં પાણી ભરાયા હતા,જેમાં 60 ટકા વિસ્તાર તો જળબમબાકાર થઈ થઈ ગયો હતો. નવસારીની પૂર્ણાં નદીમાં બુધવારે થોડા કલાક જ પાણી ઓસર્યા બાદ પુનઃ રાત્રે સપાટી 23ની ભયજનક સપાટી વટાવી 26.5 ફૂટ થઈ જતા શહેરના 15 ટકા જેટલા નીચાણવાળા વિસ્તારમાં ફરી પાણી ફરી વળ્યાં હતા.જોકે એલર્ટની સૂચના અગાઉથી મળી હોય 3 હજાર જેટલા લોકોએ સ્થળાંતર અગાઉથી કરી દીધું હતું.26.5 ની સપાટી ઘટી જ ન હતી.

આ દરમિયાન શહેરમાં જે ધીમી ગતિએ વરસાદ જારી હતો તેની સ્પીડ સવારે 9.30 કલાકે અચાનક વધી હતી અને સતત 2 કલાક ધોધમાર વરસાદ પડ્યો.2 કલાકમાં જ 5.5 ઈંચ પાણી પડતા આખા શહેરની સિકલ બદલાઈ ગઈ હતી.સમગ્ર નવસારી શહેરમાં ઓછા વધતા પાણી ભરાયા હતા,જેમાં 60 વિસ્તારની હાલત તો જળબમબાકાર જેવી થઈ ગઈ હતી.શહેરના હજારો ઘર,દુકાનોમાં વરસાદી પાણી ઓછા વધતા ઘુસી ગયા હતા અને ભારે નુકસાની થઈ હતી..આમ તો નવસારીમાં ગુરુવારે સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન 9 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...