આયોજન:પૂર, રેડ એલર્ટ, શાળાઓમાં રજા વચ્ચે વંદે ગુજરાત યાત્રા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમમાં હાજર સ્થાનિકો અને ભાજપના કાર્યકરો. - Divya Bhaskar
વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમમાં હાજર સ્થાનિકો અને ભાજપના કાર્યકરો.
  • નવસારીમાં સરકારી યાત્રામાં લોકોની પાંખી હાજરી

ભારે વરસાદ, પૂર, રેડ એલર્ટ, સ્કૂલોમાં રજા અપાઈ એવી સ્થિતિ છતાં નવસારીમાં સરકારની વંદે ગુજરાત યાત્રા નીકળી હતી.નવસારીમાં સોમવારે પૂરના પાણી ઓસર્યા પણ સ્થળાંતર કરેલ લોકો ઘરે ન ગયા ન હતા. વરસાદ પણ જારી રહ્યો હતો અને વધુમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ હતું તો સ્થિતિની ગંભીરતાને લઈ તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવાઈ હતી. આવી ગંભીર સ્થિતિ વચ્ચે પણ સરકારની વંદે ગુજરાત યાત્રા સોમવારે નવસારીમાં વોર્ડ 12 અને 13 તથા 5 અને 6 ના વિસ્તારમાં ફરી હતી.

જોકે આ અંગે લુન્સીકૂઈ મેદાન નજીક યોજાયેલ કાર્યક્રમમાં પાલિકા કર્મી તથા કાઉન્સિલરો, ભાજપના સભ્યો સિવાય હાજરી ઓછી જોવા મળી હતી. મંગળવારે અને બુધવારે પણ અન્ય વોર્ડમાં યાત્રા ફરશે. જોકે મંગળવારે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે અને શાળાઓમાં મંગળવારે પણ રજા જાહેર કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...