તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:નવસારીના સદલપોર પાટિયા પાસે અચાનક વાનમાં આગ લાગી, પાંચ લોકોને બચાવી લેવાયા

નવસારી11 દિવસ પહેલા
  • ફાયર ફાયટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો

જૂના વાહનોમાં રેગ્યુલર સર્વિસના અભાવે શોર્ટ સર્કિટ અથવા બીજા કોઈ કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે હાઈને અડીને આવેલા નવસારીના સદલપોર પાટિયા પાસે અચાનક વાનમાં આગ લાગી હતી. જોકે, ગાડીમાં સવાર 5 લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવાતાં સદનસીબે જાનહાનિ ટળી હતી.

સદલપોર પાટિયા પાસે વાનમાં શોર્ટસર્કિટને અચાનક આગ લાગતાં રસ્તામાં અફરાતફરી ફેલાઈ હતી. જ્યારે વાનમાં સવાર લોકોને તાત્કાલિક બહાર કાઢી લેતાં તેમનો બચાવ થયો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ એટલી હદે વધી હતી કે, વાનના લોખડના ભાગ સિવાયની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. જૂના મોડેલા વાહનમાં મોટા ભાગે વાયરિંગમાં ફોલ્ટ થતા તે ત્વરિત આગ પકડી લેતાં હોટ છે. જેના કારણે મોટાભાગે આગની ઘટનાઓ સામે આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...