મેઘાની તૌફાની બેટિંગ:ખેરગામમાં પોણા પાંચ અને ચિખલીમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો, કાવેરી રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન

નવસારી3 મહિનો પહેલા
  • ચીખલીના કાવેરી રિવરફ્રન્ટ પર વરસાદી માહોલની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યાં
  • જિલ્લાના નિચાણવાળા 62 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી

નવસારી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ચીખલી તાલુકામાં આજે કુલ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ખેરગામ તાલુકામાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચીખલી અને ખેરગામ તાલુકામાં વરસ્યો છે. જેને પગલે ચીખલીમાં આવેલી કાવેરી રિવરફ્રન્ટ પર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન બન્યું હતું.

દર વર્ષે ચોમાસામાં શિવલિંગ જળમગ્ન થઈ જાય છે
રિવરફ્રન્ટ પર આવેલા તડકેશ્વર મહાદેવના ચરણસ્પર્શ કરવા માટે નદી ઉત્સુક બની હોય તેવા દ્રશ્યો જોઈ શકાતા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન વધુ વરસાદમાં આ શિવલિંગ જળમગ્ન થઈ જાય છે. આ વર્ષે ફરીવાર નદીમાં નવા નીર આવતા લોકો રિવરફ્રન્ટ પર મોસમની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા.

આજે ક્યા કેટલો વરસાદ પડ્યો?
જિલ્લાના ખેરગામમાં ચાર ઇંચ, ગણદેવીમાં ત્રણ ઇંચ, ચીખલીમાં પોણા પાંચ ઇંચ, જલાલપુરમાં પોણા ત્રણ ઇંચ, નવસારીમાં ચાર ઇંચ અને ખેરગામમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ આજે ખાબક્યો હતો. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફને પણ વિકટ પરિસ્થિતિ સામે તૈયાર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી. ડિઝાસ્ટર મામલતદાર દ્વારા આજે એનડીઆરએફની ટુકડી સાથે નીચાણવાળા વિસ્તારોમાં રેકી કરવામાં આવી હતી. સાથે જ નીચાચાણવાળા 62 ગામોને એલર્ટની સૂચના પણ આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...