કોરોના કહેર:નવસારી જિલ્લામાં એક જ દિવસે પાંચ કોરોના પોઝિટિવ, મોહનપુરમાં બે, નવસારીમાં એક અને વાસદાના કાટસવેલ ગામમાં એક કેસ

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં અગાઉના ત્રણ લોકડાઉનમાં કોરોનાની સ્થિતિ મહદઅંશે કાબુમાં હતી,જોકે લોકડાઉન 4.0માં વધુ સંખ્યામાં પોઝિટિવ કેસ લઈને બહાર આવ્યું છે.મંગળવારે બે કેસો નોંધાયા બાદ બુધવારે તો 5 કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા.જિલ્લામાં એક જ દિવસે નોંધાયેલ આ સૌથી વધુ કેસ હતા. ગણદેવી તાલુકાના મોહનપુર ખાતે રહેતા ચેતનાબેન પ્રવીણભાઈ પટેલ અને ઠાકોરભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને મુંબઈથી આવેલ અને પોઝિટિવ આવેલ અનિકેતના અનુક્રમે માતા અને કાકા થાય છે. મોહનપુરમાં કુલ 4 કેસ થયા છે. મુંબઈથી ત્રણ દિવસ અગાઉ નવસારીના જુનાથાણા વિસ્તારના શ્રીજી એપાર્ટમેન્ટમાં આવેલ 73 વર્ષીય મનોહર વર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ત્રણ મહિનાથી મુંબઈ જ હતા. ચોથો કેસ વાંસદા તાલુકામાં નોંધાયો છે. તાલુકાના કાટસવેલ ગામે રહેતા રિતેશ વનમાલી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિતેશ સુરત એસએમસીમાં પટાવાળા તરીકે કામ કરે છે અને અપડાઉન કરે છે. તેનો સેમ્પલ સુરત જ લેવાયો હતો. નવસારી નજીકના ઈંટાળવા સમીર ગાર્ડનમાં રહેતા અને પોલીસ વિભાગમાં ડ્રાઈવર હેમંત સૂર્યવંશીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બુધવારે વધુ 5 કેસ સાથે જિલ્લાના કુલ કેસ 23 થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...