તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી તબીબ:નવસારી જિલ્લામાં ચાર દિવસમાં પાંચ જેટલા બોગસ તબીબ ઝડપાયા, પ્રેક્ટિસ માટે પછાત વિસ્તારો મોસ્ટ ફેવરિટ

નવસારી9 દિવસ પહેલા
  • એસઓજીની ટીમે ચાર દિવસના અંતરાલમાં પાંચ જેટલા બોગસ તબીબોને પકડ્યા

કોરોનાની મહામારીમાં દર્દીઓને સામાન્ય લક્ષણો દેખાતા તેઓ ત્વરિત ડોક્ટરની સલાહ લઇ સારવાર કરતા હતા. ત્યારે જિલ્લાના પછાત વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને પરપ્રાંતીય બોગસ ડોક્ટર ફૂટી નીકળ્યા હતા. જેઓ કોઈપણ મેડિકલ સંસ્થાની માન્ય ડિગ્રી વગર જોખમી રીતે દર્દીઓની સારવાર કરી તેમના જીવન સાથે ખેલ કરી રહ્યાં હતા. આ મામલે અનેક ફરિયાદો આવતા જિલ્લા એસ.ઓ.જી, એલસીબી ટીમોને જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે એસઓજીની ટીમે ચાર દિવસના અંતરાલમાં પાંચ જેટલા બોગસ તબીબોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

એક શહેરમાંથી અને ચાર ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયા

આ સમગ્ર મામલે રેડ કરનાર અધિકારીના જણાવ્યા મુજબ કેટલાક ડોક્ટરો પાસે અનઅધિકૃત રીતે ઇન્જેક્શન અને બોટલો મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ તલસ્પર્શી તપાસ કરે તો વધુ બોગસ ડોક્ટરો જિલ્લામાંથી ઝડપાઈ શકે તેમ છે. જિલ્લામાંથી પાંચ જેટલા બોગસ તબીબ ઝડપાયા હતા. આ મામલે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝડપાયેલા પાંચેય તબીબોમાં એક વાત કોમન છે કે આ તમામ તબીબો ગ્રામ્ય વિસ્તાર અને શિક્ષિત લોકોના વિસ્તારથી દુર પ્રેક્ટિસ કરતા હતા. જેથી તેઓ બોગસ તબીબ છે તેવું કોઈના ધ્યાન પર ન આવે અને તેઓ આસાનીથી પોતાની હાટડીઓ ચલાવી શકે.

પરપ્રાંતમાંથી આવેલા બોગસ ડોક્ટરો માન્ય ડિગ્રી ધરાવતા નથી

આ સમગ્ર મામલે નવસારીના નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીના જણાવ્યા મુજબ પરપ્રાંતમાંથી આવેલા બોગસ ડોક્ટરો માન્ય ડિગ્રી ધરાવતા નથી. અને તેઓ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સહિતના જે રજીસ્ટર્ડ સંસ્થા છે તેને સંલગ્ન કોઈ ડીગ્રી તેમની પાસે હોતી નથી. આવા ડોક્ટરો પછાત વિસ્તારના લોકોના આરોગ્યના ચેડાં કરતા હોય છે. જેને લઇને જિલ્લા પોલીસ વડા દ્વારા તમામને ઝડપી પાડવા સુચના મળતા એસ.ઓ.જી, એલસીબી સહિતની ટીમો જિલ્લાના અન્ય બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે કાર્યરત થઇ છે. જેમાં આરોપીઓમાં ચંદ્રશેખર રામગોપાલ શર્મા બાર પાસ સાયન્સ, આશિષ રવિન્દ્રભાઈ બિશ્વાસ બારનપાસ, હરૂણભાઇ અહમદભાઈ સિદાત છ ધોરણ નપાસ, સંજયભાઈ રમણભાઈ સોનાવાલા બાર પાસ નેચરોપેથી, શિવનારાયણ ચૌધરીબાર પાસ નેચરોપેથીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...