તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV બંધ રાખવું ભારે પડ્યું:નવસારી શહેરમાં આવેલી પાંચ આંગડિયા પેઢીને CCTVના જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારાયો

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 5 આંગડિયા પેઢી અને 1 પીત્ઝા શોપમાં ડી.વી.આર. જળવાયું નહીં

રાજ્ય સરકારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને CCTVનું બેકઅપ રાખવા માટે નું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને સરકારે આંગડિયા પેઢી સહિત તમામ વેપારીઓેને પોતાની દુકાનની બહાર CCTV કેમેરા લગાવવાની સાથે તેના બેકઅપની જાળવણી કરવા માટેનો આદેશ કર્યો છે. આ બાબતે નવસારી શહેરમાં જિલ્લા પોલીસની એસ.ઓ.જીની ટીમે આનું પાલન થાય છે કે નહીં તે ચકાસવા માટે તપાસ હાથ ધરી દીધી હતી. આ તપાસ દરમિયાન 5 જેટલા આંગડિયા પેઢી દ્વારા CCTVમાં ઉપયોગમાં આવતા ડીવીઆર બંધ જણાયા હતા, તો કેટલાકમાં રેકોર્ડિંગની જાળવણી યોગ્ય દિવસોમાં થઈ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી જિલ્લા પોલીસની એસ.ઓ.જીની ટીમે 5 આંગડિયા પેઢી અને એક પીત્ઝા શોપ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતમાં થઈ છે કરોડોની ચોરી આંગડિયા પેઢીમાં દિવસ દરમિયાન લાખો અને કરોડો રૂપિયાની હેરફેર થતી રહેતી હોય છે. તેવામાં ભૂતકાળની અંદર આંગડિયા પેઢીમાં કરોડો રૂપિયાની લૂંટ થયા હોવાના બનાવો પણ બન્યા છે. તેમ છતા આંગડિયા પેઢીના સંચાલકો આ મામલે સજાગ થયા નથી. અહીંયા એસઓજીની ટીમે જ્યારે ચકાસણી કરી હતી ત્યારે મોટાભાગના CCTV બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ભૂતકાળમાં ચોરીના બનાવો બન્યા હોવા છતા સંચાલકોની આવી ગંભીર બેદરકારી છતી થઈ ગઈ હતી. જેના કારણે એસઓજીની ટીમે 6 વેપારી સંસ્થા વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો