70% પરીક્ષાર્થી ગેરહાજર:નવસારીમાં GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષાનું પ્રથમ પેપર, પરીક્ષામાં 3486 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે રાજ્યમાં GPSC વર્ગ 1,2 ની પરીક્ષા યોજાઈ છે જેમાં જિલ્લાના 17 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી પરીક્ષામાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર રહ્યા છે.જિલ્લામાં GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 5156 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી ફકત 1670 પરીક્ષાર્થીઓ જ રહ્યા ઉપસ્થિત હતા અને પરીક્ષામાં 3486 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા છે.

દર વર્ષે જીપીએસસી ની પરીક્ષા યોજાય છે જેમાં પરત પરીક્ષાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપે છે પરંતુ નવસારી જિલ્લામાં 70% જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા જીપીએસસીની પરીક્ષા અંગે ઉદાસીનતા સામે આવી હોય તેવું આંકડા પરથી તારણ કાઢી શકાય છે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી પરીક્ષા અને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...