તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ:પીજી અને અંડર ગ્રેજ્યુએટ ઓનલાઇન પરીક્ષાની મોક ટેસ્ટમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દ.ગુ. યુનિવર્સિટીની લેવાનાર પરીક્ષામાં ટેકનિકલ ફોલ્ટ થતા પહેલા દિવસે જ પરીક્ષા રદ થઈ
  • મોક ટેસ્ટનું આયોજન 10મી જૂનથી કરાયું હતુ, ફાઈનલ પરીક્ષા 18મી જુલાઇથી શરૂ થશે

કોરોનાના કારણે સરકાર દ્વારા કોલેજમાં પણ રેગ્યુલર અભ્યાસ કરતા છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે નાપાસ અને એટીકેટી ધરાવતા અને છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા છાત્રોની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા જુલાઈમાં ઓનલાઈન યોજવાની જાહેરાત કરી દેવાઈ છે. ઓનલાઇન પરીક્ષા પહેલા મોક ટેસ્ટનું આયોજન 10મી જૂનથી કરવામાં આવ્યું હતું. બપોરે આ મોક ટેસ્ટમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા લેવાઈ ન હતી. જોકે મોક ટેસ્ટ નહીં લેવાતા ફાઈનલ ટેસ્ટ લેવાશે ત્યારે શું થશે તેના ખ્યાલથી છાત્રોમાં ચિંતા ફેલાઈ છે.

નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 10મીને ગુરુવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટના નાપાસ અને એટીકેટી છાત્રોની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવારના પ્રથમ દિવસે બપોરે 3 વાગ્યે મોક ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ એપ્લીકેશનમાં ખામી અને છાત્રોના આઈડી નંબર સહિતની ત્રુટી સર્જાતા છાત્રોએ દ. ગુજરાત યુનિવર્સિટીની હેલ્પલાઇન પર ફોન લગાવ્યાં હતા પરંતુ કોઈ ઉપાડતું નહીં હોવાની રાવ પણ છાત્રોએ કરી હતી. જોકે એક કલાક પૂર્ણ થયા બાદ પરીક્ષા નહીં આપી શકાતા છાત્રોમાં નિરાશા છવાઈ હતી.

યુનિવર્સિટીના નવા કુલપતિ દ્વારા ઓનલાઇન પરીક્ષા એ તેમની પણ પહેલી પરીક્ષા હોય આ પરીક્ષામાં પાસ થશે કે કેમ ? અને ઓનલાઇન પરીક્ષા જ્યારે 18 જૂન બાદ લેવાનાર છે ત્યારે આવી જ ક્ષતિ ઉભી થશે તો છાત્રોના ભવિષ્યનું શું તે બાબતે પણ ચિંતા ઉભી થઇ છે.

.છાત્રોએ મુશ્કેલીઓ નિવારવા માટે હેલ્પલાઇન નંબર
વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ દ્વારા કોઈપણ મુશ્કેલી ઉભી થાય તો કોનો સંપર્ક કરવો તેની માહિતી પણ આપી છે. મોક ટેસ્ટ દરમિયાન ધ્યાનમા આવ્યું છે કે કેટલાક ઓફલાઇનવાળા વિદ્યાર્થીઓની સિસ્ટમ (ERP)માં જુના મોબાઈલ નંબર છે અને ઈ-મેઇલ આઈડી પણ જુના-બદલાઈ ગયેલા કે નોનયુઝ હોય તેવા છે (દા.ત. પાસવર્ડ ભુલાય ગયો હોય વગેરે) તેવા સંજોગોમાં આપના ERP લોગ ઈનમાંથી પણ આવા વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર કે ઈ-મેઇલ અડ્રેસ બદલી કે અપડેટ કરી શકાય છે તેથી તેવું કરવા વિનંતી છે. જો જરૂર જણાય તો મલ્ટી હેલ્પલાઈન નંબર-0261230000 અથવા ERP વિભાગ 0261-2203057 પર સંપર્ક કરવા અપીલ કરી છે.

યુનિ.નો ખુલાસો, બીજા દિવસે મોકટેસ્ટ લેવાશે
10મી જૂનની મોક ટેસ્ટ નહીં લેવાતા વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક મોડી સાંજે એક પત્ર જાહેર કરી ટેકનિકલ ક્ષતિનું કારણ ધરી શુક્રવારે આ મોક ટેસ્ટ લેવાશે તેવું જાહેર કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...