તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:નવસારી જિલ્લામાં આજથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા, પંચાયતોના ઉમેદવારો મેદાનમાં આવશે

નવસારી જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા માટે 8મી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડતાની સાથે ઉમેદવારીપત્રક ભરવાની મુદત શરૂ થશે. નવસારી જિલ્લામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે 23 જાન્યુઆરીએ કરી હતી અને તેની સાથે જ આચારસંહિતા પણ અમલી બની ગઈ હતી.

હવે 8મીથી ચૂંટણીમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો મેદાનમાં આવશે. 8મીને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જિલ્લામાં આવેલી નવસારી જિલ્લા પંચાયત, તમામ 6 તાલુકા પંચાયતો અને નવસારી-વિજલપોર નગરપાલિકા તથા ગણદેવી પાલિકા માટે ઉમેદવારીપત્રક ભરવાની મુદત શરૂ થશે. પત્રકો 13મી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે.

15મી ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે અને 16મી ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે અને આ મતદાનની ગણતરી 2જી માર્ચે કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે,જે ઉમેદવારોની નામાવલી પક્ષ દ્વારા જાહેર થયા બાદ આ ઉમેદવારો ફોર્મ ભરશે એમ જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો