આવેદન:આઝાદી અંગે ટિપ્પણી કરનાર પદ્મશ્રી કંગના રનૌત સામે રાજદ્રોહનો કેસ કરો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-િવજલપોર મહિલા કોંગ્રેસે એસપીને આવેદનપત્ર પાઠવ્યું

તાજેતરમાં પદ્મશ્રી કંગના રનૌત દ્વારા આઝાદી બાબતે કરેલ ટિપ્પણીને લઈને આવા બેજવાબદારીભર્યા નિવેદન બદલ તેની સામે રાજદ્રોહનો કેસ કરવા નવસારી એસપીને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું. નવસારી-વિજલપોર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમલતા ડુંગરિયા, પ્રદેશ અગ્રણી પ્રભાબેન, નરેશભાઈ વલસાડીયા, કવંલરાજ શર્મા, ફરહાન ઉસ્માની, જય પટેલ અને અન્ય હોદ્દેદારેઓ એસપીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે એક સમાચાર ચેનલમાં એક કાર્યક્રમમાં અભિનેત્રી કંગના રનૌતે કહ્યું હતું કે 1947મા દેશને મળેલી સ્વતંત્રતા ભીખ હતી આઝદી હતી નહીં.

ઇતિહાસ મુજબ હજારો લોકોના બલિદાનના કારણે ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું. આખો દેશ સ્વતંત્રતા અને તેમાં શહિદોને સન્માનની નજરોથી જુએ છે પણ કંગના રનૌતેના આ નિવેદનથી સ્વાતંત્ર્યસેનાનીઓનું અપમાન થયું છે, જે રાજદ્રોહ છે. કોઇને સ્વતંત્રતા ચળવળ પર નકારાત્મક ટિપ્પણી કરવાનો અધિકાર નથી. માંગણી છે કે કંગના રનૌત સામે રાજદ્રોહ ઈરાદાના પૂર્વે અપમાન કરવા સુલેહનો ભંગ કરવા અને સાર્વજનિક લાગણી દુભાય તેવા કથન કરવા બાબતે કંગના રનૌત સામે એફઆઈઆર દાખલ કરો અને તેનો પદ્મશ્રી એવોર્ડ પરત લેવા સરકારને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...