તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામામાં સુધારો:તહેવારો નહીં ઉજવાય, લગ્નમાં 50 જ વ્યક્તિને મંજૂરી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા અધિક મેજીસ્ટ્રેટના જાહેરનામાના આધારે સરકારી, અર્ધસરકારી, બોર્ડ, ખાનગી ઓફિસમાં 50 ટકા હાજરી રાખી શકાશે
 • નવસારીમાં 13 દિવસમાં 340 નવા કેસ નોંધાયા
 • નવસારી જિલ્લામાં તમામ ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી બંધ કરાયા, દૈનિક પૂજાવિધિ માટે સંચાલકો-પૂજારીઓને મળેલી છૂટછાટ

નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતા તંત્ર દોડતું થઇ ગયું છે. જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ભારે માત્રામાં વધારો થયો છે. કૂદકેને ભૂસકે વધતા કોરોના સંક્રમણને અટકાવવા ફરીથી નવસારી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ કે. જે. રાઠોડે અગાઉના બહાર પડાયેલા જાહેરનામામાં સુધારો કરી તેમાં સામાજિક, ધાર્મિક, રાજકીય સત્કાર સમારંભ, મેળાવડા ઉપર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાવી દઇ તહેવારોની ઉજવણીમાં પણ બ્રેક લગાવી દીધી છે. એપ્રિલ અને મે માસમાં આવતા ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધ લાવી દેવાયો છે. જોકે, પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે તેની ઉજવણી કરવાની પરવાનગી અપાઇ છે.

અગાઉ નવસારી જિલ્લામાં આયોજિત લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100 વ્યક્તિ સુધીની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ નવા સુધારેલા જાહેરનામામાં લગ્ન સત્કાર સમારંભમાં માત્ર 50 વ્યક્તિ સુધી જ અેકત્ર થઇ શકશે. મૃત્યુના કિસ્સામાં અંતિમવિધિ કે ઉત્તર ક્રિયામાં પણ 50 થી વધુ વ્યક્તિને સામેલ કરી શકાશે નહીં. સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની અથવા રોટેશન સિસ્ટમ અપનાવવા તાકીદ કરાઇ છે. જોકે, આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ નહીં પડે.

નવસારી જિલ્લામાં તમામ ધાર્મિક સ્થળો 30મી એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ કરી દેવાયા છે. જોકે, ધાર્મિક સ્થળે દૈનિક પૂજા વિધિ સંસ્થાના સંચાલકો, પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવા સૂચન કરાયું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થળોએ પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની તાકીદ કરાઇ છે. કોવિડ સંબંધિત તમામ સૂચનાઓ અને માર્ગદર્શક સૂચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.

આ જાહેરનામુ 14 એપ્રિલથી 30 એપ્રિલ, 2021 સુધી 24 કલાક સુધી અમલમાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયત્નશીલ બન્યું છે, છતાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની સાથે સાથે મૃત્યુ દર પણ વધી રહ્યો છે જે તંત્ર માટે ચિંતાનું મોટું કારણ બન્યો છે.

નવસારી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડીને સામૂહિક મેળાવડામાં લોકોને જતા અટકાવી તેમજ જાહેર જગ્યાઓ પર ભેગી થતી ભીડને દૂર રાખવા પ્રયત્ન કર્યો છે. તેનાથી સંક્રમણમાં ઘટાડો થવાની શક્યતા છે. સાથે સરકારી અર્ધસરકારી, ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફને જ પરવાનગી આપી રોટેશન સિસ્ટમથી કામ કરવા સૂચના કરતા મહત્વના પગલાં જાહેરનામામાં લીધા છે. જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો