તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:23થી 26 ફેબ્રુઆરી JEE-મેઇનની કસોટી, નવસારી જિલ્લાના 3000 છાત્ર અબ્રામા સેન્ટર પર 4 પેપર આપશે

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોલ ટિકિટ www.jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે

દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની આઇઆઇટી સહિતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન કસોટી લેવામાં આવે છે. જેમાં આ વર્ષે આ પરીક્ષા ચાર વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કસોટી નવસારી જિલ્લામાં 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં નવસારી જિલ્લામાં 3000થી વધુ પરીક્ષાર્થી નોંધાયા છે. આ ઓનલાઈન પરીક્ષા નવસારીમાં અબ્રામામાં આવેલી એન્જિનિયરીંગ કોલેજમાં લેવામાં આવશે.nવિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12ની પરીક્ષા બાદ આઇઆઇટી, એનઆઇટી બીટ્સ પીલાનીમાં ઈજનેર શાખામાં પ્રવેશવા JEE મેઈનની પરીક્ષા ફરજીયાત હોય છે.

નવસારીમાં 3 હજારથી વધુ છાત્રો આ પરીક્ષા એકમાત્ર પરીક્ષા કેન્દ્ર અબ્રામા એન્જિનિયરીંગ કોલેજમાં લેવામાં આવશે. પરીક્ષા આપે છે. આ વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને આ વર્ષે આઇઆઇટી, એનઆઇટી સહિતની દેશની ખ્યાતનામ ઇજનેરી સંસ્થાઓમાં એડમિશન માટે લેવાતી જેઇઇ-મેઇનનું સમયપત્રક જાહેર કરાયું છે. કોરોનાના પગલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બે નહીં પણ ચાર તક આપવામાં આવી છે, જેમાં જે પરીક્ષામાં વધુ માર્કસ આવશે તે પ્રવેશ વખતે ગણતરીમાં લેવામાં આવશે.

આ વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે માસમાં આ કસોટી લેવામાં આવશે. આ માટે એનટીએ દ્વારા આ કસોટી હિન્દી, અંગ્રેજી ગુજરાતી ઉપરાંત બેંગાલી, કન્નડ, મલયાલમ, મરાઠી, આસામી, ઓડીયા, પંજાબી, તામિલ, તેલુગુ, ઉર્દુ ભાષામાં પણ લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાં JEE મેઇનની પરીક્ષા લેવાશે. પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જેમાં તા.23ના રોજ આર્કિટેક્ટની પરીક્ષા તેમજ તા.24થી 26 ફેબ્રુઆરી દરમિયાન ઇજનેરી માટે પરીક્ષા લેવાશે.

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે શુ કરવું
હોલ ટિકિટ www.jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.આ માટે ઉમેદવારે પોતાનો અરજી નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે. આમ છતાં કોઈ ઉમેદવારને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં અડચણ ઉભી થાય તો હેલ્પલાઈન નં. 0120-6895200 સંપર્ક કરવાનો રહેશે.

કોરોનાને લઇ પ્રથમવાર નવસારી સેન્ટર ફાળવાયું
જેઇઇ મેઇન પરીક્ષામાં અગાઉ નવસારી જિલ્લાને સેન્ટર ફાળવાતું ન હતું. અહીંના છાત્રોને સુરત પરીક્ષા આપવા જવું પડતું હતું, પરંતુ આ વર્ષે કોરોનાને લઇ સેન્ટર ફાળવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો