મેગા ટેક્ષ્ટાઈલ પાર્ક:નવસારીના કોસ્ટલ એરિયામાં મેગા ટેક્ષ્ટાઈલ પાર્કનો ફિઝીબિલીટી રિપોર્ટ સબમિટ કરાયો, હવે કામગીરી ઝડપી થશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસી બોરસિમાં ગામમાં સાકાર ટેક્ષ્ટાઈલ પાર્કમાં કલેક્ટર સાથે કેન્દ્રની ટીમે સર્વની કામગીરી પૂર્ણ કરી

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ કે જે દરિયા કિનારાને અડીને આવેલો છે ત્યાં મેગા ટેક્સટાઇલ પાર્ક પ્રોજેક્ટ બનાવવામાં આવશે. ત્યારે આ વિસ્તારમાં ફિઝિબિલિટી અને અન્ય શક્યતાઓ ચકાસવા માટે નવસારી જિલ્લા કલેક્ટર સહિત કેન્દ્રના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી. નવસારીના કોસ્ટલ એરિયામાં સાકાર પામનાર મેગા ટેક્ષ્ટાઈલ પાર્કનો ફિઝીબિલીટી રિપોર્ટ સબમિટ કરાયો હતો. જેથી હવે પ્રોજેક્ટની કામગીરી ઝડપી થશે.

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના કમિશ્નર, ચેમ્બર ઓફ કોમર્સ સહિત કેન્દ્રના ટેક્ષ્ટાઈલને લગતા અધિકારીઓની સુરત સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કલેક્ટર દ્વારા વાસી બોરસી ગામની મુલાકાતે ગયા હતા. આ સર્વેની લગતી કામગીરીની ચર્ચા અને વાંસી બોરસીમાં બનનારા ટેક્સટાઇલ પાર્કને લઈને વધુ શું કામગીરી કરી શકાય તેને લઈને એક રિપોર્ટ કેન્દ્રમાં સબમીટ કરવાનો હતો તેને લઈને મિટિંગનો દોર યોજાયો હતો.

વાસી બોરસિમામાં બનનારા ટેક્સટાઇલ પાર્કનું નામ PM મિત્ર પાર્ક આપવામાં આવ્યું છે. ત્યારે જલાલપુર મામલતદાર, GIDC વાપી ના અધિકારીઓ GPCB ટીમ સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાતે ગયા હતા.

PM મિત્રા નામના ટેક્ષ્ટાઈલ પ્રોજેક્ટ જિલ્લા માટે મોટી ભેટ સમાન બની રહેશે. દ.ગુજરાતમાં સુરતમાં ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં નામના ધરાવે છે ત્યારે સુરતના પાડોશી જિલ્લા નવસારીના કોસ્ટલ એરિયામાં સાકાર થનાર મેગા ટેક્ષ્ટાઈલ પાર્કનો ફિઝીબિલીટી રિપોર્ટ જિલ્લા કલેક્ટર અને ટીમ દ્વારા પોઝિટિવ સર્વે કરીને રિપોર્ટ સબમિટ કર્યો છે. આ પ્રોજેક્ટ થકી અનેક લોકોને રોજગારી અને જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવશે.

અન્ય સમાચારો પણ છે...