જંગલી ભૂંડનો આંતક:નવસારીમાં દીપડાના ભય વચ્ચે જંગલી ભૂંડનો આંતક વધ્યો, કછોલી ગામે ઘર આંગણે બેઠેલા યુવાન પર હુમલો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં દીપડાના ભય વચ્ચે હવે જંગલી ભૂંડોનો આતંક વધતા ખેડૂતો ખેતમજૂરો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે. મે મહિનામાં ગણદેવીના ખેરગામ ગામે વૃદ્ધ ખેતમજૂર વજીયાબેન અમરતભાઇ નાયકા ઉપર જંગલી ભૂંડ હુમલો કરતા મોત થયું હતુ. મહિલા પછી ધમડાછા ગામે તરીયાવાડમાં ઘર આંગણે બેઠેલા યુવાન ભરત રવજી પટેલ પર પણ ભુંડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં ખેડૂતોના માનસપટ પરથી દૂર થઈ નથી ત્યાં ગણદેવી તાલુકાના કચોલી ગામે બપોરે ખેડૂત હર્ષદભાઈ વશીની ચીકુની વાડીમાં અલ્પેશ વલ્લભભાઈ હળપતિ ખેતીકામ કરતો હતો ત્યારે એકાએક ધસી આવેલા જંગલી ભૂંડે હુમલો કરી દીધો હતો. જેમાં અલ્પેશના હાથમાં ઇજા પહોંચાડી લોહી લુહાણ કર્યો હતો. જોકે, અલ્પેશે હિંમત્તભેર પ્રતિકાર કરતા ભૂંડ ખેતરમાં ભાગી ગયુ હતુ. અને યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગ્રામજનોમાં ફફડાટ
આ વાતની ગ્રામજનોને જાણ થતાં ફફડાટ ફેલાયો છે. ઘાયલ અલ્પેશને સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં તેના હાથમાં ૧૦ ટાંકા આવ્યા હતા. દરમિયાન વનવિભાગના ફોરેસ્ટર નરેશ પટેલ, નવસારી વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશનના હિમલ મહેતાની ટીમ ઘટના સ્થળે ધસી ગણદેવી તાલુકાના કછોલી ગામે આવી હતી. વન વિભાગ જંગલી બપોરે ખેડૂત હર્ષદભાઈ વશીની ભૂંડને જલ્દી પાંજરે પુરે એવી લાગણી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...