તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાેરાેના મહામારી:દાંડીયાત્રામાં હજારાે લાેકાે જાેડાતાં નવસારી જિલ્લામાં કાેરાેના સંક્રમણ વધવાની દહેશત

નવસારી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધામણ ગામે માસ્ક પહેર્યા વગર સન્માન કરવા આવેલા યુવાનોને પહેલા માસ્ક પહેરાવો તેવી સિક્કીમના મુખ્યમંત્રીએ ટકોર કરવી પડી

અમદાવાદથી ગત 12 માર્ચે 81 પદયાત્રી સાથે નિકળેલી દાંડીયાત્રા 3 એપ્રિલે નવસારી આવી પહોંચી હતી. અહીં યાત્રાના સ્વાગતમાં લાેકોનો અનેરો ઉત્સાહ જોવા મળતા હજારો લાેકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. જોકે પ્રશાસને વ્યવસ્થા જાળવવા પુરતા પ્રયાસ કર્યા હતા. કોરોના કાળ ફરી વિકરાળ બન્યો છે ત્યારે આ ભીડ નવસારી જિલ્લામાં ફરી કોરોના સંક્રમણ ફેલાવે તેવી દહેશત ઉભી થઇ છે.

નવસારીમાં 3 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ ટકોર કરી હતી કે, અહીંથી દાંડી સુધીની યાત્રામાં હવે મર્યાદિત સંખ્યામાં જ લોકો જોડાજો કારણ કે આ કાેઇ ઉજાણીનું પર્વ નથી. ગાંધીજીએ કરેલી આ ટકોર 91 વર્ષે કાેરોના કાળમાં પણ ભાજપના શાસકો સમજી શક્યાં ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ધામણ ગામે માસ્ક પહેર્યા વગર સન્માન કરવા આવેલા યુવાનોને પહેલા માસ્ક પહેરાવો તેવી સિક્કીમના મુખ્યમંત્રીઅે ટકોર કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો