ભય:ઓંજલ માઇનોર નહેરમાં માલ ઢોરથી ગાબડાનો ભય

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોર તાલુકાના ઓંજલ ગામની હદમાં અંદાજિત 45 વર્ષ પછી માઇનોર નહેરનું નવીનીકરણ સિંચાઇ વિભાગ દ્વારા કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. જોકે, ચોમાસામાં રખડતા ઢોર તથા પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા નહેરની બંને પાળ ઉપરથી પસાર કરતા નહેરમાં ભંગાણ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયંુ છે. જો વહેલી તકે તેના પર બ્રેક નહીં લગાવાય તો નહેરમાં ગાબડા પડે તેવી શક્યતા છે.

ઓંજલ ગામની હદમાં માઇનોર નહેર પસાર થાય છે. ઘણા ખરા ખેડૂતો આ નહેરનો ઉપયોગ કરી સિંચાઇ કરતા આવ્યા છે. દરમિયાન 45 વર્ષ પછી ગામમાંથી માઇનોર નહેર પસાર થાય છે. તેમાં ગાબડા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા ખરા પશુપાલકો નહેરની કિનારી ઉપરથી જ ઢોર પસાર કરાવતા હોવાથી નહેરમાં ભંગાણ પડે અને મોટુ નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

સરકાર દ્વારા ઘણા લાંબા સમય બાદ નહેરની કામગીરી કરાઇ છે ત્યારે ભંગાણ પડે તે કોઇને પરવડે તેમ નથી. વહીવટી દ્વારા ગામમાં પૂર્વ તથા પશ્ચિમ વિભાગમાં ગોચરની જમીન ફાળવવામાં આવી છે ત્યારે સ્થાનિકો તેનો ઉપયોગ કરે તે જરૂરી બન્યું છે. બીજીતરફ પશુપાલકો સરકારના કાયદા પ્રમાણે કામગીરી કરે તો કામ વધુ સરળ થઇ શકે તેવી શક્યતા છે. જો નહેરમાં ભંગાણ પડે તો આસપાસના વિસ્તારોમાં એલર્ટ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...