પાલિકાની પોલ:રીંગરોડ પર પાલિકાનાં વાહનોથી અકસ્માતનો ભય

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગના વાહનોનું પાર્કિંગ હોવા છતાં રસ્તા પર કતાર

નવસારી વિજલપોર નગરપાલિકાનાં આરોગ્ય વિભાગનાં વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં આ વાહનો નવસારીના રીંગરોડ પર મૂકી દેવાતા આવાગમન કરતા વાહનો માટે ભયજનક બન્યા છે. સ્થાનિકોએ આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરીને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરવા લેખિતમાં રજૂઆત કરી હતી.

નવસારીના વોર્ડ નં. 4નાં પૂર્વ નગરસેવક પ્રભા નરેશ વલસાડીયા અને સ્થાનિકોએ વહીવટદારને ઉદ્દેશીને મંગળવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારી-વિજલપોર નગરપાલિકાનાં કર્મચારીઓને વારંવાર ટેલિફોનિક તેમજ રૂબરૂ ફરિયાદ કરવા છતાં નગરપાલિકા દ્વારા માતા ફળિયા રીંગરોડ ઉપર આરોગ્ય શાખાનાં ટ્રેકટર ટ્રેલર, ટેમ્પો જાહેરમાં મૂકી રહ્યા છે. કોરોના જેવી મહામારીમાં લોકો નોકરી, રોજગાર, મજૂરી વગર ત્રાહિમામ પોકારી રહી છે. આ વિસ્તારમાં દલિતો, આદિવાસીઓ અને આર્થિક રીતે પછાત જાતિનાં લોકો રહે છે. જેનાં સ્વાસ્થ્ય માટે કચરા ભરેલા ટ્રેક્ટર અહી મૂકીને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. અન્ય પોશ વિસ્તારોમાં કેમ આવા વાહનો મુકતા નથી! નગરપાલિકા દ્વારા આ બાબતે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે ત્યાં વાહનો મુકવામાં આવે તેવી અપીલ પણ કરી હતી અને રાત્રિનાં સમયે એ રસ્તા પરથી વાહનોની આવન જાવન વધુ હોય અકસ્માત પણ થઈ શકે એમ હોય યોગ્ય પાર્કિંગ કરવા જણાવ્યું હતું.

માત્ર સ્લમ વિસ્તારમાં વાહનો શા માટે મુકાય છે ?
નવસારી પાલિકાનાં આરોગ્ય શાખાનાં વાહનો મુકવા માટે શહીદ ચોક નજીક મહિલા કોલેજની બાજુમાં આવેલ પાલિકાની જગ્યા છે છતાં કચરા ભરેલા વાહનો દાંડીવાડ માતા ફળિયા ઠક્કરબાપા વાસ જેવા સ્લમ વિસ્તારના રીંગરોડ ઉપર મૂકી જતા હોય લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પોશ વિસ્તારોમાં આવા વાહનો કેમ મુકતા નથી ? માત્ર સ્લમ વિસ્તાર પાસે જ કેમ મુકાય છે ? નગરપાલિકા એ અકસ્માત સર્જનાર અને લોકોનાં જાહેર આરોગ્ય સાથે ચેડા થતા હોય જે તે પાર્કિંગની જગ્યામાં વાહનો પાર્કિંગની સૂચના આપવી જોઈએ. - પ્રભા નરેશ વલસાડિયા, પૂર્વ નગરસેવક, નવસારી વોર્ડ નં. 4

અન્ય સમાચારો પણ છે...